
NEET-PG 2025 માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા લેવાયેલો કટઓફ ઘટાડવાનો નિર્ણય દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ નિર્ણય અનુસાર હવે NEET-PG પરીક્ષામાં માઈનસ 40 સ્કોર ધરાવતા ઉમેદવારોને પણ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં એડમિશન મળી શકે છે. આ નિર્ણય બાદ મેડિકલ ક્ષેત્ર, રાજકીય વર્તુળો અને વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
MBBS પૂર્ણ કર્યા બાદ MS અથવા MD જેવી સ્પેશ્યાલિસ્ટ ડિગ્રી મેળવવા માટે NEET-PG ફરજિયાત પરીક્ષા છે. કુલ 800 માર્ક્સની આ પરીક્ષા આધારે ઉમેદવારોની રેન્ક અને પરસન્ટાઈલ નક્કી થાય છે. કટઓફ એટલે એ લઘુત્તમ પરસન્ટાઈલ અથવા સ્કોર, જેના આધારે ઉમેદવાર કાઉન્સેલિંગ અને એડમિશન માટે પાત્ર બને છે.
દેશમાં MBBS કરી લીધા બાદ MS કે MD માં એડમિશન માટે NEET-PG 2025માં પરીક્ષામાં નવો કટઓફ નક્કી કરવામાં આવ્યો છે. 800 માર્ક્સવાળા NEET-PG ની પરીક્ષામાં જનરલ અને EWS વર્ગ છે-જેઓ આર્થિક રીતે પછાત છે તેવા EWS (Economically Weaker Section) માટે નવો કટ ઓફ 7 પરસન્ટાઈલ છે. જે પહેલા 50 પરસેન્ટાઈલ હતો. આ પરસન્ટાઈલ કોઈપણ પરીક્ષામાં રેન્કના આધારે નક્કી કરવામાં આવે છે. આ વર્ષે જનરલ અને EWS ના જે વિદ્યાર્થીઓને 103 માર્ક્સ મળ્યા છે તેમને એડમિશન મળી જશે. જે પહેલા 50 પરસેન્ટાઈલ અને કટ ઓફ સ્કોર 276 હતા.
સામાન્ય બાદ દિવ્યાંગ કેટેગરીની જો વાત કરીએ તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરસન્ટાઈલ 45માંથી ઘટાડીને 5 પરસન્ટાઈલ કરી દેવામાં આવ્યો છે. એટલે કે પહેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને 255 કટ ઓફ સ્કોર હોય તો એડમિશન મળતુ હતુ જે હવે તેમને 90 કટ ઓફ સ્કોરમાં પણ મળી જશે. આ વાત થઈ સામાન્ય, EWS અને દિવ્યાંગ કેટેગરીના વિદ્યાર્થીઓની.
હવે જો SC-ST કે OBC કેટેગરીની વાત કરીએ તો તેમના માટે નવો પરસન્ટાલ ઝીરો કરી દેવાયો છે. એટલેકે -40 નંબર પર પણ એડમિશન મળી જશે. SC-ST-OBC માટે પહેલા કટ ઓફ સ્કોર 235 હતો જે હવે -40 કરી દેવાયો છે પહેલા SC-ST-OBC માટે ક્વોલીફાઈ થવા માટે 40 પરસન્ટાઈલ એટલે કે 235 માર્ક્સ જરૂરી હતા, જેના આધારે એડમિશન મળતુ હતુ. જેને હવે ઝીરો કરી દેવાયો અને કટ ઓફ સ્કોર -40 કરી દેવાયો છે.
NEET-PG 2025 માટે કટઓફ એટલે ઘટાડવાનું કારણ એ છે કે એડમિશન માટે બે-બે રાઉન્ડની કાઉન્સિલીંગ બાદ પણ લગભગ-લગભગ 18000 જેટલી બેઠકો ખાલી રહી ગઈ. આ તરફ ગુજરાતમાં સ્ટેટ ક્વોટામાં બે રાઉન્ડ બાદ 650થી વધુ અને ઓલ ઈન્ડિયા ક્વોટામાં 32 હજારથી વધુ બેઠકો ખાલી રહી હોવાથી સરકાર દ્વારા આગામી બે રાઉન્ડ બાદ પણ વધુ બેઠકો ખાલી રહેશે તેવા અનુમાનથી કટઓફ ઘટાડ્યો છે. આ સીટો ભરવા માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સ (NBEMS) આ નિર્ણય કર્યો છે. જેથી વધુ વિદ્યાર્થીઓ એડમિશન માટે એપ્લાય કરી શકે. પરંતુ એડમિશન માટે આ -40 વાળો કટઓફ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ મુદ્દે રાજકીય પક્ષોમાં વિપક્ષ પણ બે ધડામાં વહેંચાયેલો જોવા મળી રહ્યો છે.
અગાઉ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સરકારને રેસિડેન્ટ ડૉક્ટરો પર વધી રહેલા કામના દબાણ અને ખાલી બેઠકો અંગે નિર્ણય કરવા રજૂઆત કરવામાં આવી હતી. જો કે નવા 0 કટઓફ અંગે IMA દ્વારા પણ વિરોધનો સૂર પણ ઉઠ્યો છે. IMA દ્વારા આ નિર્ણયથી મેડિકલ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ ઘટવાનો ભય વ્યક્ત કર્યો છે. ચર્ચા એવી પણ છે કે ઓલ ઈન્ડિયા ક્વોટામાં બે રાઉન્ડ સુધીમાં તમામ બેઠકો પણ ઓફર કરાઈ ન હતી. આ નિર્ણય બાદ તો NEET પરીક્ષાન કોઈ મતલબ જ ન રહે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
NEET-PG માટે હાલ 70645 સીટો છે. જેમાંથી 33,416 હજાર સીટો સરકારી મેડિકલ કોલેજની છે અને 21,418 સીટો ખાનગી કોલેજની છે. આ ઉપરાંત કોલેજ ઓફ ફિજિશ્યન અને સર્જન (CPS) માટે 10621 બેઠકો અને ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ (DNB) માં 14190 સીટ છે. પરંતુ આ વર્ષે જ્યારે કૂલ બેઠકોમાં લગભગ 25% બેઠકો ખાલી રહી ગઈ તો આ સીટોને ભરવા માટે NBEMS દ્વારા કટઓફ ઘટાડવાનો નિર્ણય લેવાયો. મેરિટની દલીલ આપીને આના પર રાજનીતિક નિવેદનબાજી કરાઈ રહી છે, જ્યારે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) એ પણ આ આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાને એક પત્ર લખી નિર્ણય સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. FAIMA પર આ નિર્ણય સામે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
FAIMA માં ચીફ પેટ્રેન રોહન કૃષ્ણને જણાવ્યુ કે આ એક બહુ મોટુ નેક્સસ છે, જેનાથી કરોડો-અબજો રૂપિયાનો ફાયદો પ્રાઈવેટ મેડિકલ કોલેજોને થશે. NBEMS દ્વારા આ જે ફરમાન જારી કરાયુ છે તે સંપૂર્ણપણે તેમને ખાનગી કોલેજોને પ્રમોટ કરવા માટે, તેમના બિઝનેસને ચલાવવા માટે લાવવામાં આવ્યુ હોય તેવુ સ્પષ્ટ થઈ રહ્યુ છે. મેડિકલ કોલેજીસે જ્યારે હજારો ક્વોલિફાઈંગ ડૉક્ટર માંથી પસંદગી કરવાની હતી તેના બદલે હવે તેઓ લાખો અનક્વોલિફાઈટ ડૉક્ટર્સમાંથી સિલેક્શન કરશે.
શિવસેના યુબીટી જૂથના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ NBEMS ના નિર્ણય પર પ્રતિક્રિયા આપી, “હવે સ્થિતિ એ છે કે -40/800 જેવા સ્કોર પર પણ કોઈ ડૉક્ટર પોસ્ટથી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી શકશે.જરા વિચારો સીટો ભરવા માટે આપણો દેશ આવા તો ક્યા સ્તરના સ્પેશ્યાલિસ્ટ તબીબો તૈયાર કરશે, જે માનવ શરીર સાથે જોડાયેલા તંત્રમાં કામ કરશે. સીટોની અછતને દૂર કરવા માટે આપણી શિક્ષણ વ્યવસ્થાને વાસ્તવમાં કંઈક નક્કર કામગીરી કરવાની જરૂર છે”
પ્રિયંકા ચતુર્વેદીની આ પ્રતિક્રિયા પર ઈન્ડિયા ગઠબંધનમાંથી વિરોધનો સૂર ઉઠ્યો અને કોંગ્રેસના નેતા ઉદીત રાજે તો પ્રિયંકા ચતુર્વેદીની જાતિને લઈને ટિપ્પણી કરી. તેમણે કહ્યુ તેઓ ચતુર્વેદી છે તો તેનાથી જ ખબર પડી જાય છે કે તેઓ અનામતના પક્ષમાં શા માટે બોલે? આ જ કો આ દેશમાં વિડંબના છે. જો તેમની જાતિના ઈન્ટરેસ્ટમાં વાત હોત તો તેમણે નિર્ણયને યોગ્ય ઠેરવી દીધો હોત.