NEET 2022 Reservation: NEETમાં EWS માટે 10% અનામતનો મુદ્દો, જાણો સુપ્રીમ કોર્ટ ક્યારે સંભળાવશે ચુકાદો

|

Apr 28, 2022 | 3:25 PM

NEET 2022 Admission: NEET એડમિશન અંગે EWS કેટેગરીમાં અનામત આપવા માટે સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન સામે ડોક્ટરોની એક બેચે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

NEET 2022 Reservation: NEETમાં EWS માટે 10% અનામતનો મુદ્દો, જાણો સુપ્રીમ કોર્ટ ક્યારે સંભળાવશે ચુકાદો
NEET 2022

Follow us on

NEET 2022: તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આર્થિક રીતે નબળા વિભાગ (EWS Reservation) માટે અનામતની સૂચનાને પડકારતી અરજી પરની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં મોકૂફ રાખવામાં આવી છે. વાસ્તવમાં ડોક્ટરોની એક બેચે સરકારના નોટિફિકેશન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, NEET એડમિશન (NEET Admission) અંગે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં OBCને 27 ટકા અનામત આપ્યા બાદ EWS કેટેગરીમાં પણ 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે NEET પ્રવેશ પ્રક્રિયાના સંબંધમાં આર્થિક રીતે નબળા વર્ગો નક્કી કરવા માટે 8 લાખ વાર્ષિક આવક મર્યાદાના વર્તમાન માપદંડને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે, NEET PG મેડિકલ અભ્યાસક્રમો માટે આર્થિક રીતે નબળા વિભાગો (EWS) ના આરક્ષણ સંબંધિત મામલાની તાકીદે સુનાવણી કરે. મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET UG 2022ની સૂચના 06 એપ્રિલ 2022 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અગાઉ, NEET પ્રવેશમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે 7.5 ટકા અનામત સામે મદ્રાસ હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી હતી.

મદ્રાસ હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવામાં આવી હતી

મદ્રાસ હાઈકોર્ટે NEET UGમાં અનામતના મામલે ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે NEETમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ 7.5 ટકા અનામતને દૂર કરવાનો ઇનકાર કર્યો હતો. આ આરક્ષણ તમિલનાડુની મેડિકલ કોલેજોમાં MBBS/BDS પ્રવેશ માટે લાગુ થશે. કેટલાક અરજદારોએ માંગ કરી હતી કે મેડિકલ યુજી કોર્સમાં પ્રવેશ માટે અનામતનો આ ક્વોટા નાબૂદ કરવામાં આવે. અરજદારોએ આ અનામતની નીતિને પડકારી હતી અને આ ક્વોટાની બંધારણીય માન્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. આ ક્વોટાની ભલામણ તમિલનાડુની નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો

NEET માં EWS આરક્ષણ શું છે?

ગયા વર્ષે 29 જુલાઈએ કેન્દ્ર સરકારે NEET પરીક્ષામાં અનામતને લઈને મહત્વનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે ઓબીસી કેટેગરીના 27% અને EWS કેટેગરીના 10% વિદ્યાર્થીઓને અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની તમામ મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં ઓલ ઈન્ડિયા ક્વોટા સ્કીમ હેઠળ અનામત મળશે.

આ પણ વાંચો: Career in Museology: શું છે મ્યુઝિયોલોજી? ધોરણ 12 પછી કેવી રીતે બનાવવી કારકિર્દી? ક્યાં મળશે નોકરી, કેટલો પગાર, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: ISRO Recruitment 2022: ISROમાં જુનિયર રિસર્ચ ફેલો, રિસર્ચ એસોસિયેટ સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article