NEET 2021 Entrance Exam : પરિક્ષાની તારીખ થઇ જાહેર, જાણો ક્યારે શરૂ થશે રજીસ્ટ્રેશન ?

|

Jul 06, 2021 | 10:57 AM

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની પરિક્ષાઓ કેન્સલ થવાની સાથે જ વિદ્યાર્થીઓ JEE અને NEET જેવી એન્ટ્રન્સ એક્ઝામને લઇને મૂંઝવણમાં મુકાયા હતા

NEET 2021 Entrance Exam : પરિક્ષાની તારીખ થઇ જાહેર, જાણો ક્યારે શરૂ થશે રજીસ્ટ્રેશન ?
NEET 2021 - પરિક્ષા માટે તારીખો થઇ જાહેર

Follow us on

કોરોનાથી દુનિયાના બધા જ દેશો પ્રભાવિત થયા છે. કોરોનાનો સૌથી વધુ પ્રભાવ એજ્યુકેશન સિસ્ટમ (Education System) પર જોવા મળ્યો છે. છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી ભણતર ઓનલાઇન ચાલી રહ્યુ છે. ભારતના મોટેભાગના રાજ્યોના શિક્ષણ બોર્ડે પરિક્ષાઓને સ્થગિત અથવા તો કેન્સલ કરી છે તો કેટલાક રાજ્યોએ વિદ્યાર્થીઓના માસ પ્રમોશનની જાહેરાત કરી. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની પરિક્ષાઓ કેન્સલ થવાની સાથે જ વિદ્યાર્થીઓ JEE અને NEET જેવી એન્ટ્રન્સ એક્ઝામને (Entrance Exam) લઇને મૂંઝવણમાં મુકાયા હતા.

મેડિકલ અને એન્જીનિયરીંગ ક્ષેત્રે કારકીર્દી બનાવવા માંગતા લાખો વિદ્યાર્થીઓ પ્રવેશ પરિક્ષા માટે આવેદન કરવા રાહ જોઇ રહ્યા છે. NEET ની પરિક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.  NEET 2021 ની એન્ટ્રન્સ એક્ઝામ 1 ઓગષ્ટ 2021 ના રોજ યોજાશે અને તેના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. પરિક્ષાની જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ neet.nta.nic.in. વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

મળતી માહિતી અનુસાર, NEET 2021 Entrance Exam માટેના રજીસ્ટ્રેશન ફોર્મ ભરાવાની શરૂઆત આ અઠવાડિયામાં થઇ શકે છે. જો કે ફોર્મ ક્યારથી મળશે તેને લઇને હજી સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ પરિક્ષાની તારીખ જાહેર થઇ ચૂકી છે જેથી વિદ્યાર્થીઓ આગામી માહિતીઓ માટે વેબસાઇટની નિયમીત મુલાકાત લઇ શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

JEE Main 2021 ની પરિક્ષાની તારીખોને લઇને હજી સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી જેને લઇને લાખો વિદ્યાર્થીઓ મૂંજવણમાં મુકાયા છે. JEE ની પરિક્ષા પહેલા એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાનારી હતી પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી અને હજી સુધી તેને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો  Indian Coast Guard Recruitment 2021:  રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, જાણો ભરતીનો સમગ્ર કાર્યક્રમ

આ પણ વાંચો – મોદી પ્રધાનમંડળના વિસ્તરણની અટકળ, નરેન્દ્ર મોદી-અમિત શાહ સાથી પક્ષના નેતાઓ સાથે યોજશે મહત્વની બેઠક

Next Article