જગદીપ ધનખડ બન્યા NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

|

Jul 16, 2022 | 8:21 PM

NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડ (Jagdeep Dhankar) બન્યા છે. સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જગદીપ ધનખડ બન્યા NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય
Jagdeep-Dhankhar

Follow us on

આગામી 6 ઓગસ્ટે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ તેના ઉમેદવાર નક્કી કર્યા છે. એનડીએએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે જગદીપ ધનખડને (Jagdeep Dhankhar) નોમિનેટ કર્યા છે. પાર્ટીએ આજે ​​સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લીધો છે. એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનતા પહેલા જગદીપ ધનખરે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકના એક દિવસ પહેલા તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ વાત કરી હતી. આ બેઠકની તસવીરમાં રાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહમંત્રી હસતા જોવા મળ્યા હતા.

રાજધાની દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત સંસદીય સભ્યો હાજર રહ્યા હતા. સંસદીય બોર્ડના અન્ય સભ્યો હાજર છે. દેશના ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે નિર્વાચક મંડલમાં સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભાના સભ્યો સામેલ છે.

આ પણ વાંચો

10 ઓગસ્ટે સમાપ્ત થશે વેંકૈયા નાયડુનો કાર્યકાળ

સંસદમાં સભ્યોની વર્તમાન સંખ્યા 780 છે, જેમાંથી માત્ર ભાજપના 394 સાંસદો છે. જીતવા માટે 390 થી વધુ વોટ જરૂરી છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ છે અને 6 ઓગસ્ટે મતદાન થવાનું છે.

2017માં એનડીએએ વેંકૈયા નાયડુને બનાવ્યા હતા ઉમેદવાર

ઉપરાષ્ટ્રપતિ સિવાય ભાજપે આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. જો મુર્મુ ચૂંટણી જીતશે તો તે દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. એનડીએએ 2017માં ઉપરાષ્ટ્રપતિ પદ માટે તત્કાલિન કેન્દ્રીય મંત્રી નાયડુને નોમિનેટ કર્યા હતા. ભાજપ આ વખતે પણ પોતાના ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવા મજબૂત સ્થિતિમાં છે.

તેઓ જનતા દળ અને કોંગ્રેસમાં પણ હતા

ઉપરાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. તેવો વર્ષ 1989 થી 91 સુધી તેઓ ઝુંઝુનુથી જનતા દળના સભ્ય હતા. જોકે બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર અજમેરથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. ધનખડ ત્યારબાદ 2003માં ભાજપમાં જોડાયા, અજમેરના કિશનગઢથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ધનખડ માત્ર રાજકારણી જ નથી પરંતુ એક પ્રતિષ્ઠિત વકીલ પણ છે. તેઓ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હતા અને રાજસ્થાન હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

Published On - 7:56 pm, Sat, 16 July 22

Next Article