NDAના ઘટકદળોની બેઠકમાં પીએમ મોદીનો વિપક્ષ પર કટાક્ષ, EVM જીવે છે કે મરી ગયુ!- વાંચો

NDAની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીને સર્વાનુમતીથી સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ ચૂંટણી પરિણામો અંગે વિપક્ષ પર કટાક્ષ કર્યો. પીએમએ કહ્યુ પરિણામો બાદ મારો પહેલો સવાલ એ હતો કે EVM જીવે છે કે મરી ગયુ?

NDAના ઘટકદળોની બેઠકમાં પીએમ મોદીનો વિપક્ષ પર કટાક્ષ, EVM જીવે છે કે મરી ગયુ!- વાંચો
| Updated on: Jun 07, 2024 | 3:54 PM

દેશમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAની સરકાર બનવા જઈ રહી છે. આજે સંસદના સેન્ટ્રલ હોલમાં NDAના સાથી દળોની બેઠક મળી હતી. જેમા તમામ સાથી પક્ષોએ સર્વ સંમતિથી પીએમ મોદીને તેમના સંસદીય દળના નેતા ચૂંટી કાઢ્યા છે. રાજનાથસિંહે તેમના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેના પર તમામ દળોના નેતાઓએ તેમની સંમત્તિ દર્શાવી હતી. ત્યારબાદ પીએમ મોદીએ સેન્ટ્રલ હોલમાં હાજર ભાજપ અને NDAના નેતાઓ અને નવનિર્વાચીત સાંસદોને સંબોધિત કર્યા હતા.

EVMએ વિપક્ષની બોલતી બંધ કરી દીધી

NDAની સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીએ ચૂંટણીના પરિણામોને લઈને વિપક્ષ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યુ પરિણામો બાદ મારો પહેલો સવાલ એ જ હતો કે EVM જીવે છે કે મરી ગયુ. EVMએ વિપક્ષની બોલતી બંધ કરી દીધી. વિપક્ષે 4 જૂને લોકતંત્રને ઘેરવાની તૈયારી કરી હતી. હવે 5 વર્ષ સુધી EVM સાંભળવા નહીં મળે. વિપક્ષ નિરાશા લઈને મેદાનમાં આવ્યો હતો.

કોંગ્રેસને ત્રણ ચૂંટણીમાં જેટલી બેઠકો મળી એટલી અમને આ ચૂંટણીમાં મળી-મોદી

PM મોદીએ કહ્યુ કે કોંગ્રેસને છેલ્લી ત્રણ ચૂંટણીની કુલ મળીને જેટલી સીટો મળી એટલી અમને આ વખતે મળી છે. 10 વર્ષ બાદ પણ કોંગ્રેસ 100નો આંકડો પાર નથી કરી શકી. અમને વિજયને પચાવતા આવડે છે. ન વિજયનો ઉન્માદ કે ન પરાજયનો ઉપહાસ, ન તો અમે હાર્યા હતા અને ના તો અમે હાર્યા છીએ.

કોંગ્રેસને ત્રણ ચૂંટણીમાં જેટલી બેઠકો મળી એટલી અમને આ ચૂંટણીમાં મળી-મોદી

દેશને માત્રને માત્ર NDA પર વિશ્વાસ- મોદી

PM મોદીએ કહ્યુ કે દેશને માત્રને માત્ર NDA પર વિશ્વાસ છે. વિપક્ષે ભ્રમ અને જૂઠાણા ફેલાવ્યા. લોકોને ગૂમરાહ કર્યા. વિપક્ષે ભારતને બદનામ કરવાનુ ષડયંત્ર રચ્યુ. તેમણે રોડા નાખવાની કોશિષ કરી.

10 વર્ષના કામો તો માત્ર ટ્રેલર, હવે વધુ તેજીથી કામ થશે- મોદી

PM મોદીએ કહ્યુ કેઆજે જ્યારે દેશને NDA પર જેટલો અતૂટ વિશ્વાસ અને ભરોસો છે તો સ્વાભાવિક છે કે દેશની અપેક્ષાઓ વધશે અને હું તેને સારુ માનુ છુ. મે પહેલા પણ કહ્યુ હતુ કે છેલ્લા 10 વર્ષના કામો તો માત્ર ટ્રેલર હતા અને આ મારુ કમિટમેન્ટ છે. અમે હજુ વધુ તેજ ગતિથી અને વિશ્વાસથી અને વિસ્તારથી દેશની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં લેશમાત્ર પણ વિલંબ નહીં કરીએ.

આ પણ વાંચો : PM મોદીને પગે લાગ્યા નીતિશ કુમાર, NDA સંસદીય દળની બેઠકમાં કહ્યુ હંમેશા સાથ સાથ રહેશુ

Published On - 3:53 pm, Fri, 7 June 24