કોંગ્રેસમાં જોડાવાના તેમના ઇનકાર વચ્ચે, પાર્ટીના નેતા નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) સાથે એક સેલ્ફી પોસ્ટ કરી છે. સિદ્ધુએ આ સેલ્ફી એવા સમયે પોસ્ટ કરી છે જ્યારે કિશોરે કોંગ્રેસમાં જોડાવાની પાર્ટીની ઓફરને ઠુકરાવી દીધી છે. પીકે સાથેની પોતાની સેલ્ફી પોસ્ટ કરતા સિદ્ધુએ ટ્વીટમાં કહ્યું, મારા જૂના મિત્ર પીકે (પ્રશાંત કિશોર) સાથે મારી મુલાકાત થઈ. જૂની વાઇન, જૂનું સોનું અને જૂના મિત્રો શ્રેષ્ઠ છે. કોંગ્રેસે મંગળવારે કહ્યું કે કિશોરને ‘પ્રિવિલેજ વર્કિંગ ગ્રુપ-2024’નો ભાગ બનીને પાર્ટીમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી. જોકે તેણે ના પાડી હતી.
આ અંગે કિશોરે કહ્યું હતું કે કોંગ્રેસની માળખાકીય સમસ્યાઓને દૂર કરવા માટે તેમના કરતાં નેતૃત્વ અને સામૂહિક ઇચ્છાશક્તિ વધુ મહત્વની છે. છેલ્લા ઘણા દિવસોથી, કિશોર દ્વારા આપવામાં આવેલા સૂચનો અને તેમની પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓને લઈને કોંગ્રેસમાં સતત મંથન ચાલી રહ્યું હતું.
Had a wonderful meeting with my old friend PK … Old wine , Old gold and Old friends still the best !!! pic.twitter.com/OqOvkJqJmF
— Navjot Singh Sidhu (@sherryontopp) April 26, 2022
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, પ્રશાંત કિશોર સાથેની રજૂઆત અને ચર્ચા પછી, કોંગ્રેસ અધ્યક્ષે ‘પ્રિવિલેજ વર્કિંગ ગ્રૂપ-2024’ ની રચના કરી અને કિશોરને નિર્ધારિત જવાબદારી સાથે આ જૂથ સોંપવામાં આવ્યું. તેનો એક ભાગ બનીને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું. જો કે, તેણે પાર્ટીમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. સુરજેવાલાના ટ્વીટના થોડા સમય પછી, કિશોરે ટ્વીટ કર્યું, મેં વિશેષાધિકૃત કાર્યકારી જૂથનો ભાગ બનીને પાર્ટીમાં જોડાવાની અને ચૂંટણીની જવાબદારી લેવાની કોંગ્રેસની ઓફર સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
કિશોરે એમ પણ કહ્યું હતું કે, મારો નમ્ર અભિપ્રાય છે કે મારા કરતા વધુ, પક્ષને નેતૃત્વ અને સામૂહિક ઇચ્છાશક્તિની જરૂર છે જેથી પરિવર્તનશીલ સુધારા દ્વારા, માળખાકીય સમસ્યાઓ જે પક્ષને ઘેરી લે છે તેનું નિરાકરણ લાવી શકાય. ભૂતકાળમાં, વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. સોનિયા ગાંધીએ તેમના સૂચનો પર વિચાર કરવા માટે આઠ સભ્યોની સમિતિની રચના કરી હતી.
આ પણ વાંચો : ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુસીબત વધી, આસામ પોલીસ પર હુમલાના કેસમાં પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં ધકેલાયા
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, CRPF ના જવાનો પર ગોળીબાર પણ કર્યો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો