ISRO પ્રમુખ કે.સીવનને વિક્રમ લેન્ડરના કાટમાળ અંગે કર્યો આ ખુલાસો, NASA પહેલા અમારી પાસે હતી માહિતી

ભારત દ્વારા ચંદ્રયાન-2 મિશનને લોન્ચ કરાયું હતું. અને ચંદ્રની ધરતી પર વિક્રમ લેન્ડરને મોકલવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા સમયમાં ક્રેશ લેન્ડિંગ થઈ ગયું હતું. હાલમાં જ NASAએ વિક્રમ લેન્ડરનો કાટમાળ શોધી કાઢ્યો હતો. અને ફોટો જાહેર કર્યો હતો. જેનો શ્રેય ચેન્નઈના એક એન્જિનિયરને આપી રહ્યા છે. જે બાદ ઈસરોના પ્રમુખ કે.સિવનનું એક નિવેદન સામે આવ્યું […]

ISRO પ્રમુખ કે.સીવનને વિક્રમ લેન્ડરના કાટમાળ અંગે કર્યો આ ખુલાસો, NASA પહેલા અમારી પાસે હતી માહિતી
| Updated on: Dec 04, 2019 | 6:17 PM

ભારત દ્વારા ચંદ્રયાન-2 મિશનને લોન્ચ કરાયું હતું. અને ચંદ્રની ધરતી પર વિક્રમ લેન્ડરને મોકલવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા સમયમાં ક્રેશ લેન્ડિંગ થઈ ગયું હતું. હાલમાં જ NASAએ વિક્રમ લેન્ડરનો કાટમાળ શોધી કાઢ્યો હતો. અને ફોટો જાહેર કર્યો હતો. જેનો શ્રેય ચેન્નઈના એક એન્જિનિયરને આપી રહ્યા છે. જે બાદ ઈસરોના પ્રમુખ કે.સિવનનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે, ઈસરોએ નાસા પહેલા ચાંદની ધરતી પર વિક્રમ લેન્ડરના કાટમાળને શોધી લીધો હતો. સાથે કહ્યું કે, અમારા પોતોના જ ઓર્બિટરે વિક્રમ લેન્ડરને ટ્રેસ કરી લીધુ હતું. આ અંગે અમે અગાઉ પણ જાણકારી આપી હતી. જે તમે ભૂતકાળમાં જોઈ શકો છો.

આ પણ વાંચોઃ રણવીર સિંહની નવી ફિલ્મ જયેશભાઈ જોરદારના રોલમાં આવશે નજર, એક સીધો-સાદો ગુજરાતી છોકરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો