સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વના ચુકાદાને વાંચવા તમારે અંગ્રેજીની જરૂર પડશે નહીં, આ 6 ભાષામાં ચુકાદાઓનું ભાષાંતર થશે

|

Jul 19, 2019 | 7:27 AM

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે તમે હિન્દી સહિત અન્ય ભાષાઓમાં પણ ચુકાદા વાંચી શકશો. કોર્ટની વેબસાઈટ પર અંગ્રેજી સિવાય પણ હિન્દી સહિત 6 ભાષામાં ચુકાદાઓનો અભ્યાસ કરી શકશો. વેબસાઈટ પર અંગ્રેજીના ચુકાદાની બાજુમાં જ અલગ વિક્લ્પ આપવામાં આવ્યો હશે. જેમાં Vernacular Judgment વિકલ્પમાં તમને અન્ય ભાષામાં ચુકાદો વાંચવા મળશે. આ પણ વાંચોઃ પાકિસ્તાન સરકારનું […]

સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વના ચુકાદાને વાંચવા તમારે અંગ્રેજીની જરૂર પડશે નહીં, આ 6 ભાષામાં ચુકાદાઓનું ભાષાંતર થશે
supreme Court Judgement

Follow us on

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે તમે હિન્દી સહિત અન્ય ભાષાઓમાં પણ ચુકાદા વાંચી શકશો. કોર્ટની વેબસાઈટ પર અંગ્રેજી સિવાય પણ હિન્દી સહિત 6 ભાષામાં ચુકાદાઓનો અભ્યાસ કરી શકશો. વેબસાઈટ પર અંગ્રેજીના ચુકાદાની બાજુમાં જ અલગ વિક્લ્પ આપવામાં આવ્યો હશે. જેમાં Vernacular Judgment વિકલ્પમાં તમને અન્ય ભાષામાં ચુકાદો વાંચવા મળશે.

આ પણ વાંચોઃ પાકિસ્તાન સરકારનું નકામા ખર્ચાને રોકવાનું અભિયાન શરૂ, ઈમરાન ખાન અમેરિકા જશે પણ આવી રીતે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

દેશની સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ હોય છે. પરંતુ તેના તમામ ચુકાદાઓ અંગ્રેજી ભાષામાં જાહેર થાય છે. જેને લઈ આ ભાષાથી અજાણ લોકોને કેટલીક મુશ્કેલી પડે છે. જેથી તેઓને વકીલોની મદદ લેવી પડે છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને હિન્દી સહિતની 6 ભાષામાં પણ વાંચન કરી શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જે 6 ભાષામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય જાહેર થશે તેમાં હિન્દી, તેલગુ, અસમિયા, કન્નડ, મરાઠી અને ઉડિયાનો સમાવેશ છે. અંગ્રેજીમાં આવેલા ચુકાદાના અંદાજીત એક સપ્તાહ પછી અન્ય ભાષામાં તેનું ભાષાંતર સ્વરૂપ તમને ઉપલબ્ધ થશે. ગત વર્ષે ખુદ રાષ્ટ્રપતિએ જ આ અંગે નિર્ણય કરવાની વાત રાખી હતી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, કેટલાક નિર્ણયોથી લોકોની જમીન અને સંપત્તિ જતી રહે છે પરંતુ અંગ્રેજીમાં ચુકાદાને કારણે લોકો તેને જાણી શકતા નથી. આવી અનેક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી કોર્ટે આ પ્રકારનો નિર્ણય કર્યો છે.

Next Article