સરકાર ફરી એકવાર મોંઘવારીનો માર આપવાની તૈયારી કરી રહી છે અને આ વખતે રસ્તાઓ પર વાહન ચલાવવું મોંઘુ થવા જઈ રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIU) એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ વધારવાની તૈયારી કરી રહ્યું છે. આ અંતર્ગત 1 એપ્રિલથી NHAI ટોલ રેટમાં 5થી 10 ટકાનો વધારો કરી શકે છે. એટલે કે, નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે રોડ પર તમારું ડ્રાઈવિંગ કરવુ મોંઘું થઈ જશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં એક્સપ્રેસ વે પર પ્રતિ કિલોમીટર 2.19 રૂપિયાના દરે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. હવે તેમાં 10 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.
25 માર્ચ સુધીમાં તમામ PIUs તરફથી સુધારેલા ટોલ દરોની દરખાસ્ત મોકલવામાં આવશે. માર્ગ અને પરિવહન મંત્રાલયની મંજૂરી બાદ 1 એપ્રિલથી તેનો અમલ કરવામાં આવે તેવી શક્યતા છે. કાર અને હળવા વાહનોના ટોલ દરમાં 5 ટકાનો વધારો થશે, ભારે વાહનોનો ટોલ ટેક્સ 10 ટકા વધી શકે છે.
ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે, મેરઠ-દિલ્હી એક્સપ્રેસવેથી યમુના એક્સપ્રેસવે પર ટોલના દરો વધવાના છે અને 1 એપ્રિલથી આ વૈભવી હાઈવે પર મુસાફરી કરવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે.
મહત્વનું છે કે, એક્સપ્રેસ-વે પર અત્યારે લગભગ 20 હજાર વાહનો રોજની અવર-જવર કરે છે. એક્સપ્રેસ વે પર વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. એક અંદાજ મુજબ, આગામી સમયમાં એક્સપ્રેસ વે પરથી રોજના 50થી 60 હજાર વાહનો પસાર થવા લાગશે.
લોકો ચોતરફ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે અને તાજેતરમાં 1 માર્ચના રોજ કોમર્શિયલ અને ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે.
સામાન્ય રીતે ઉનાળામાં મધ્યમ વર્ગના લોકો હોય કે ઘનવાન લોકો બધાના ધરે લીંબુનો ઉપયોગ ભારે માત્રામા થાય છે. તેવામા લીંબુના ભાવ વધારો થયો છે. થોડા દિવસ પહેલા 40 રુ કિ.લો મળતા લીંબુ 120 રુ. કિ.લો પહોંચ્યા છે. જેમા સીધો 60 રુપિયોનો વધારો થયો છે.
Published On - 12:32 pm, Sun, 5 March 23