
નાસિકમાં વર્ષ 2027માં સિંહસ્થ કુંભમેળાની હાલ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ કુંભમેળાનું જ્યાં આયોજન થવાનું છે એ તપોવનમાં હજારો વૃક્ષોને કાપવામાં આવી છે. લગભગ 1800 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવનાર છે. તપોવન એ નાસિકનું ઓક્સિઝન હબ ગણાય છે અને તેના વૃક્ષોને કાપવા સામે પર્યાવરણપ્રેમીઓમાં નારાજગી છે. આ વૃક્ષોને કાપવાને લઈને મોટો વિવાદ થઈ ગયો છે સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે.
નાસિકમાં આવેલુ તપોવન એ કુંભમેળા સ્થળ રામકુંડથી માત્ર ત્રણ કિલોમીટર દૂર છે અને કુંભ દરમિયાન દેશભરથી આવનારા સાધુ-સંતોને ઉતારો આપવા માટે આ તપોવનને ‘સાધુગ્રામ’ તરીકે રિઝર્વ રાખવામાં આવ્યુ છે. 10 વર્ષ પહેલા નાસિક નગર નિગમે અહીં ગેરકાયદે કબજો રોકવા માટે વૃક્ષારોપણ કર્યુ હતુ. જે હવે ગાઢ જંગલમાં ફેરવાઈ ગયુ છે અને આ સ્થળને નાસિકનું ‘ઓક્સિજન’ હબ માનવામાં આવે છે.
હાલ નાસિકમાં કુંભમેળાની તૈયારીના નામે નીકળી રહેલા આડેધડ વૃક્ષોના નીકળી રહેલા નિકંદન સામે વિરોધ શરૂ થઈ ગયો છે. જો કે હાલ તો બોમ્બે હાઈકોર્ટે વૃક્ષોના કાપવા પર રોક લગાવી દીધી છે. આપને જણાવી દઈએ કે ભારતમાં વૃક્ષોને કાપવા એ માત્ર પર્યાવરણને લગતો મુદ્દો નથી. પરંતુ એક કાયદાકીય અને સામાજિક જવાબદારી સાથે પમ જોડાયેલો વિષય છે. ઝડપથી વધતા શહેરીકરણ, પહોળા હાઈવે, ઓદ્યોગિક વિકાસ અને ધાર્મિક, સાંસ્કૃતિ પરિયોજનાઓના નામે મોટા પાયે વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) અને ન્યાયાલયોએ હસ્તક્ષેપ કરી આડેધડ કપાતા વૃક્ષો પર રોક લગાવી છે. ત્યારે એ જાણવુ પણ જરૂરી છે કે વૃક્ષોને કાપવાને રાજ્યોવાર શું નિયમો છે.
નાસિકમાં વર્ષ 2027માં આયોજિત થનારા કુંભમેળા માટે નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશને મેળાના મુખ્ય સાધુગ્રામ (સાધુ-સંતો-તપસ્વીઓના રહેવાનું ગામ)નું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. જેના માટે નાસિકમાં રામકુંડ નજીક આવેલા તપોવનની લગભગ 54 એકર જમીન ખાલી કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જેમા 1800 થી વધુ વૃક્ષો છે અને આ વૃક્ષોને કાપવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.
જો કે સ્થાનિક લોકોની સાથેસાથે અનેક પર્યાવરણ સંતો દ્વારા પણ કોર્પોરેશનના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ એક્ટિવિસ્ટ, એક્ટર, જેમા મરાઠી એક્ટર સયાજી શિંદે સહિતના સ્ટુડેન્ટ્સ પણ રોજ તપોવનમાં આવીને નાસિકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનનો વિરોધ કરી ત્યા રહેલા વૃક્ષોને ગળે લગાવી પ્લેકાર્ડ પકડીને વિરોધ કરી રહ્યા છે.
નાસિકમાં સિંહસ્થ કુંભમેળાના આયોજન માટે તપોવનમાં 1800 વૃક્ષો કાપવાના વિવાદ સામે મહારાષ્ટના CM દેવેન્દ્ર ફડણવિસે આ વિરોધને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા અને કહ્યુ કે કેટલાક લોકોને લાગે છે કે તેઓ કુંભમેળાના આયોજનમાં અડચણો ઉભી કર શકે છે. તેમને અમને રોકવાની મંજૂરી નહીં આપવામાં આવે. ફડણવિસ કેટલાક પ્રદર્શનકર્તાઓના ઈરાદા પર પણ સવાલ ઉઠાવતા કહ્યુ કે તેમણે આ અંગે એક્ટિવિઝમ શરૂ કર્યુ અને અચાનક પર્યાવરણવિદ બની ગયા. તેમણે કહ્યુ હું ખરા પર્યાવરણવિદોનો આદર કરુ છે પરંતુ કેટલાક લોકો રાજકીય કારણોથી પર્યાવરણવિદ બની ગયા છે. હવે આ એક્ટિવિસ્ટોનો સામનો કરવા માટે સરકારે ગ્રીન નાસિક કેમ્પેઈન શરૂ કર્યુ છે. જે અંતર્ગત 15000 વૃક્ષો વાવવામાં આવશે.
આ તરફ નાસિક મ્યુ. કો.ના કમિશનર મનીષા ખત્રીએ જણાવ્યયુ કે માત્ર બહારની ઝાડીઓ અને વિદેશી પ્રજાતિના વૃક્ષોને જ કાપવામાં આવશે. જેમા જુના અને ઘટાદાર દેશી વૃક્ષોને કોઈ નુકસાન પહોચાડવામાં આવશે નહીં.
નાસિક નગર નિગમના કમિશનર મનિષા ખત્રીએ છેલ્લા મહિનાના રિપોર્ટ્સમાં જણાવ્યુ કે પવિત્ર અમૃત સ્નાનનું જુલુસ ત્યાંથી જ શરૂ થાય છે અને તેના જ કારણે જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ તરફ જગ્યા બદલવા અંગે તેમણે કહ્યુ કે તેનાથી ટ્રાફિકમાં ગંભીર અડચણો આવશે અને લોકોના જીવનું પણ જોખમ ઉભુ થશે.
આ તરફ કમિશનર ખત્રીએ મોટા પાયે વૃક્ષો કાપવાના દાવાને અફવા ગણાવ્યો અને કહ્યુ કે જે વૃક્ષોને ચિન્હીત કરવાામાં આવ્યા છે. તેમને જ ગણતરીમાં લેવામાં આવે છે. માત્ર બહારની તરફના વૃક્ષો હટાવવામાં આવશે, જે બાયોડાયવર્સિટીને નુકસાન પહોંચાડે છે. ઝાડીઓ અને નાના વૃક્ષોને સાફ કરવામાં આવશે પરંતુ મોટા દેશી વૃક્ષોને કાપવાનો કોઈ પ્લાન નથી.
મહારાષ્ટ્રમાં ફેલિંગ ઓફ ટ્રીજ (રેગ્યુલેશન) એક્ટ 1964 (Maharashtra Felling of Trees (Regulation) Act 1964) અંતર્ગત નિયમ બનાવવામાં આવ્યો છે કે રાજ્યમાં વૃક્ષોને ક્યારે અને કેવી રીતે કાપી શકાય છે. જેમા કહેવાયુ છે કે કોઈપણ વ્યક્તિ જવાબદાર અધિકારીઓની પરવાનગી વિના વૃક્ષો કાપી શકે નહીં. મંજૂરી વિના વૃક્ષો કાપવા એ ગેરકાયદેસર છે અને તેના માટે સજાની જોગવાઈ છે. આ એક્ટ અંતર્ગત લોકલ ટ્રી ઓફિસર અને અધિકારીઓની પરવાનગી લેવાની હોય છે.
નિયમ અનુસાર પાણીના સંગ્રહ સ્થાનો જેમ કે નદીઓ, ઝરણાઓ કે ડેમના 30 મીટરની અંદર તમે સામાન્ય રીતે કલેક્ટરની મંજૂરી વિના વૃક્ષો કાપી શકો નહીં. આ પ્રકારે કોઈપણ જમીન પર જે ખેતી લાયક નથી અને જ્યાં પહેલેથી વૃક્ષો ઓછા છે ત્યાં પણ તમારે વૃક્ષો કાપતા પહેલા મંજૂરી લેવી પડશે.
મહારાષ્ટ્રમાં જો મંજૂરી લીધા વિના વૃક્ષો કાપવામાં આવે, તો કોર્પોરેશન લગભગ 1 લાખ રૂપિયા સુધીનો દંડ કરી શકે છે અને ક્રિમિનલ કેસ સહિત કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.
કોઈપણ રાજ્યની અંદર વૃક્ષો કાપવાના નિયમ ભંગને ગંભીર અપરાધની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. રાજ્યના કાયદા હેઠળ તેમાં ત્રણ મહિનાથી લઈને એક વર્ષ કે તેથી વધુની જેલની સજાની જોગવાઈ છે. વન અધિનિયમ હેઠળ, રિઝર્વ્ડ વન વિસ્તારમાં ગેરકાય રીતે વૃક્ષ કાપવા બદલ ત્રણથી સાત વર્ષની સજા થઈ શકે છે.
હાલ નાસિકમાં કુંભમેળાની તૈયારીઓ માટે તપોવનના વૃક્ષોને ન કાપવાના પ્રસ્તાવ પર બોમ્બે હાઈકોર્ટે કહ્યુ કે નાસિક વિસ્તારમાં પૂર્વ મંજૂરી વિના કોઈપણ વૃક્ષને કાપી શકાય નહીં. આ સાથે જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ નાસિકના કેટલાક વિસ્તારમાં જ્યાં સુધી વૃક્ષોની કાપણીમાં યોગ્ય કાનુની પ્રોસેસનું પાલન કરવામાં નથી આવતુ ત્યા સુધી તેની કાપણી સામે રોક લગાવી દીધી છે