VIDEO: ‘વિક્રમ લેન્ડરે’ ચંદ્ર પર કર્યુ હતુ હાર્ડ લેન્ડિંગ, NASAએ જાહેર કરી તસવીર

|

Sep 27, 2019 | 5:41 AM

ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરે ચંદ્ર પર હાર્ડ લેન્ડિંગ કર્યું હતું. આ પુષ્ટિ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ કરી છે. નાસાએ કેટલીક તસવીરો સાથે દાવો કર્યો છે કે વિક્રમ લેન્ડરે હાર્ડ લેન્ડિંગ કર્યુ હતુ. પરંતુ નાસાને હજુ સુધી વિક્રમ લેન્ડરનું લોકેશન નથી મળી શક્યું. નાસા હવે ઓક્ટોબરમાં ફરીથી વિક્રમ લેન્ડરની તસવીરો લેવાના પ્રયત્નો કરશે. કારણ કે હાલ જે […]

VIDEO: વિક્રમ લેન્ડરે ચંદ્ર પર કર્યુ હતુ હાર્ડ લેન્ડિંગ, NASAએ જાહેર કરી તસવીર

Follow us on

ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરે ચંદ્ર પર હાર્ડ લેન્ડિંગ કર્યું હતું. આ પુષ્ટિ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ કરી છે. નાસાએ કેટલીક તસવીરો સાથે દાવો કર્યો છે કે વિક્રમ લેન્ડરે હાર્ડ લેન્ડિંગ કર્યુ હતુ. પરંતુ નાસાને હજુ સુધી વિક્રમ લેન્ડરનું લોકેશન નથી મળી શક્યું. નાસા હવે ઓક્ટોબરમાં ફરીથી વિક્રમ લેન્ડરની તસવીરો લેવાના પ્રયત્નો કરશે. કારણ કે હાલ જે તસવીરો જાહેર કરાઈ છે, તેમાં વિક્રમ લેન્ડર ક્યાંય દેખાતું નથી.

પરંતુ લેન્ડિંગના નિશાનના આધારે એ પુષ્ટિ કરી શકાય છે કે વિક્રમ લેન્ડરે ચંદ્ર પર હાર્ડ લેન્ડિંગ કર્યું હતું. નાસાએ ચંદ્રયાન-2ના લેન્ડિંગની કેટલીક હાઈ રિઝૉલ્યુશન તસવીરો જાહેર કરી છે. તસવીરોના આધાર પર નાસાનું કહેવું છે કે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનું ચંદ્રની ધરતી પર હાર્ડ લેન્ડિંગ થયું હતું. આ હાઈ રિઝૉલ્યુશન તસવીરો નાસાએ તેના લૂનર ઑર્બિટર કેમેરાના માધ્યમથી લીધી છે. આ તસવીરો 17 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ચંદ્રના જે ભાગ પર ભારતના મહત્વાકાંક્ષી પ્રૉજેક્ટ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનું લેન્ડિંગ થવાનું હતું, ત્યાં વિક્રમ લેન્ડરે હાર્ડ લેન્ડિંગ કર્યું હતું. વિક્રમ લેન્ડર મૉડ્યૂલે એક સમતોલ ધરતી પર લેન્ડિંગનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આશાઓ અનુસાર તે ન થઈ શક્યું. ત્યારબાદ 7 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડરનો ઈસરો સાથે સંપર્ક સંપૂર્ણ રીતે તૂટી ગયો. નાસા તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે, ચંદ્રની ધરતી પર વિક્રમ લેન્ડર થયું તે સ્પષ્ટ છે. સ્પેસક્રાફ્ટ કયા લોકેશન પર લેન્ડ થયું તે પણ નિશ્ચિત રીતે ન કહી શકાય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કારણ કે નાસાએ જે તસવીરો લીધી છે તે કેન્દ્રથી 150 કિલોમીટર દૂરથી લીધી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ચંદ્ર પર રાત થઈ ગઈ છે, જેના કારણે મોટાભાગે સપાટી પર માત્ર પડછાયો જ જોવા મળે છે. એવામાં વિક્રમ લેન્ડર કોઈ પડછાયા પાછળ હોય તેવું બની શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નાસા ઓક્ટોબરમાં દક્ષિણી ધ્રુવથી રાત પુરી થાય, ત્યારબાદ ફરી પોતાના લૂનર રિકોનેસા ઓર્બિટરના કેમેરાથી વિક્રમનું લોકેશન જાણવા અને તેની તસવીર લેવાનો પ્રયત્ન કરશે. પહેલા પણ એજન્સી આવા પ્રયાસો કરી ચુકી છે, પરંતુ તેમાં તે સફળ રહી નથી. ઉલ્લેખનીય છે કે 7 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડર ચંદ્ર પર લેન્ડ કરવાનું હતું. ચંદ્ર પર સૉફ્ટ લેન્ડિંગનો ભારતનો આ પહેલો પ્રયત્ન હતો.

Published On - 5:39 am, Fri, 27 September 19

Next Article