OMG: આ વ્યક્તિ નામ, દેખાવ, જન્મ તારીખ જ નહીં પરંતુ અઢળક સામ્યતા ધરાવે છે PM મોદી સાથે
પીએમ મોદીના જન્મદિન નિમિત્તે આજે એવા વ્યક્તિ વિશે જાણવા જઈ રહ્યા છીએ જે તેમની સાથે ઘણી સામ્યતા ઘરાવે છે. ચાલો જાણીએ તેમના અને તેમની સામ્યતા વિશે.
આજે દેશના પ્રધાનમંત્રી મોદીનો (PM Narendra Modi) જન્મદિન છે. દેશભરમાં અનેક રીતે તેમનો જન્મદિન લોકો ઉજવી રહ્યા છે. આવામાં PM મોદીના જીવનની ઘણી વાતો પણ લોકો વચ્ચે અને સમાચારમાં ચાલી રહી છે. પરંતુ આજે તમને એક એવી વાત કહેવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમને પણ આશ્ચર્ય થશે. તમે આ વિશ્વમાં 2 હમશકલ જોયા હશે. ઘણા એવા વ્યક્તિ જોયા હશે જેમની જન્મ તારીખ મળતી આવે પરંતુ આજે એવા વ્યક્તિની વાત કરવી છે જેમની એક નહીં અનેક વસ્તુઓ મોદી સાથે મળતી આવે છે.
જી હા આ યોગાનુયોગ કહો કે આણે ચમત્કાર પરંતુ 17મી સપ્ટેમ્બર 1950ના રોજ વડાપ્રધાન મોદીનો જન્મ થયો તો બીજી તરફ નરેન્દ્રભાઈ સોનીનો (Narendra Soni) પણ જન્મ થયો. બંને માત્ર દેખાવે જ નહીં પરંતુ ઘણી બધી વાતોમાં સામ્યતા ધરાવે છે. નરેન્દ્રભાઈ સોની મૂળ ધાંગધ્રાના છે. તો હાલમાં મુંબઇના આર્ટિફિશિયલ જ્વેલરીના ટોચના મેન્યુફેક્ચરર તરીકે ઓળખાય છે.
નામ જન્મતારીખ સિવાય બંનેનું બ્લડ ગ્રુપ પણ મળતું આવે છે. અને તે A+ છે. બંનેના અટકના અક્ષરો પણ સમાન છે. સાથે જ બંનેના માતાના નામ પણ હીરાબા છે. નરેન્દ્રભાઇ સોનીનું (Narendra Modi and Narendra Soni) નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. તેમને સામ્યતા પુરવાર કરતાં 200 પાનાંના દસ્તાવેજ તેમાં રજૂ કર્યા હતા. બાદમાં લિમ્કા બુક દ્વારા તેમને ‘અનબિલિવેબલ સિમિલારિટી ક્રિયેટેડ બાય ગોડ’ નામે સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
એ હદ સુધી સામ્યતા જોવા મળે છે કે બંનેની ઊંચાઈ, કદ, વજન, દેખાવ અને આદતો બધું જ મળતું આવે છે. માતાના નામની સામ્સ્યતા સિવાય તેમના પિતા, દાદા, ભાઈ, અને બહેનનાં નામની રાશી પણ સમાન છે. પ્રધાનમંત્રીનો જન્મ વડનગરમાં છે તો નરેન્દ્ર સોનીનો ગુજરાતના ધ્રાંગધ્રામાં થયો હતો.
સામ્યતાની હદ ત્યારે વટી ગઈ જ્યારે એ ખ્યાલ આવ્યો કે બંનેના યુએસએના વિઝા રદ થયેલા છે. નરેન્દ્ર સોનીના કહેવા પ્રમાણે તેઓ બંને 1960 માં સૈનિકોને મળ્યા હોવાની પણ સામ્યતા છે. વાત કરીએ ભોજનની તો આ બંને નરેન્દ્રને ભાખરી અને ખીચડી પ્રિય ખોરાક છે. એક જ દિવસે પણ અલગ અલગ સમયે જન્મેલા આ બંને વ્યક્તિના જન્માક્ષર પણ એક જેવા જ છે. સાથે બંને શાકાહારી અને કોઈ વ્યાસન ન કરતા વ્યક્તિ છે.
કેવી રીતે આ માહિતી આવી બહાર?
વાત જાણે એમ છે કે વર્ષ 2014 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 64મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો હતો. આ માટે કચ્છ ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17મી સપ્ટેમ્બરના રોજ જન્મેલા 64 વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત 64 વ્યક્તિમાંથી એક વ્યક્તિ હતી નરેન્દ્ર સોની. આ એક માત્ર વ્યક્તિ હતા જેમની તારીખ સાથે વર્ષ પણ મેચ થતું હતું. આવામાં તેમણે વિચાર્યું કે અન્યું સામ્યતા અને અન્ય પાસા પણ જોવામાં આવે. અને જોતજોતામાં એટલી સામ્યતા નીકળી આવી કે તેમનું નામ લિમ્કા બૂકમાં નોંધવામાં આવ્યું.
આ પણ વાંચો: AMC નો મોટો નિર્ણય, વેક્સિનનો એક પણ ડોઝ નહીં લીધો હોય તો AMTS-BRTS, અને આ સ્થળોએ નહીં મળે પ્રવેશ