સીમાંત ખેડૂતોનો FPO દેશનું કૃષિ પરિદ્રશ્ય બદલી નાખશે: નરેન્દ્ર સિંહ તોમર

|

Nov 18, 2021 | 4:58 PM

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે કેન્દ્ર જમીન આરોગ્ય વ્યવસ્થાપન અને સૂક્ષ્મ સિંચાઈ પર ભાર મૂકે છે અને ખેડૂતોને હવે બહુવિધ પાકો ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

સીમાંત ખેડૂતોનો FPO દેશનું કૃષિ પરિદ્રશ્ય બદલી નાખશે: નરેન્દ્ર સિંહ તોમર
Union Minister Narendra Singh Tomar

Follow us on

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ (Union Agriculture and Farmer Welfare Minister Narendra Singh Tomar) તોમરે કહ્યું કે નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સરકાર ખેતીની કિંમત ઘટાડવા અને ઉત્પાદકતા વધારવા માટે કામ કરી રહી છે. અમારો પ્રયાસ ખેડૂતોની આવક વધારવાનો છે.

 

ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (Farmer Producer Organization) વિશે વાત કરતા તોમરે કહ્યું કે સીમાંત ખેડૂતો (Farmers)ના FPO દેશમાં કૃષિના લેન્ડસ્કેપને બદલી નાખશે. ત્રિપુરાની એક ફિશરીઝ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આયોજિત કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યા બાદ તોમરે કહ્યું કે અત્યાર સુધીમાં 11 કરોડ ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 1.60 લાખ કરોડ રૂપિયાની સહાય મળી છે. આ કાર્યક્રમના પરિણામે સીમાંત ખેડૂતોના 10,000થી વધુ નવા FPO આવ્યા છે અને તેઓ ભારતમાં કૃષિના લેન્ડસ્કેપને બદલી નાખશે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો

 

વધુ ઉત્પાદન આપતા પાકની ખેતીને આપવામાં આવી રહ્યું છે પ્રોત્સાહન

પીએમ કિસાન યોજના હેઠળ જમીનધારક ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે કેન્દ્ર જમીન આરોગ્ય વ્યવસ્થાપન અને સૂક્ષ્મ સિંચાઈ પર ભાર મૂકે છે અને ખેડૂતોને હવે બહુવિધ પાકો ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

 

તેમણે કહ્યું કે વર્તમાન સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે ઉત્પાદન ખર્ચ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ખેડૂતોને વધુ ઉત્પાદન આપતા પાકની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તોમરે એમ પણ કહ્યું કે કેન્દ્ર પૂર્વોત્તર રાજ્યોના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.

 

‘આર્થિક વિકાસમાં કૃષિ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા’

તોમરે કહ્યું કે કેન્દ્રીય મંત્રીઓ પણ પૂર્વોત્તર રાજ્યોમાં આવી રહ્યા છે, જેથી તેઓ લોકો સાથે વાતચીત કરી શકે અને તેમના વિકાસમાં મદદ કરી શકે. તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં રોડ કનેક્ટિવિટી, રેલવે અને એરવેઝનો વિકાસ થઈ રહ્યો છે, જે નવા નોર્થ ઈસ્ટના વિકાસનું પ્રતીક છે.

 

વર્તમાન સરકાર હેઠળ ત્રિપુરામાં સ્વસહાય જૂથોની સંખ્યા 4,000થી વધીને 26,000 થઈ ગઈ છે, જે ખૂબ જ સારો સંકેત છે. તેમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલા જૂથોની સંખ્યા સૌથી વધુ છે. કાર્યક્રમમાં બોલતા સીએમ દેબે કહ્યું કે રાજ્યના આર્થિક વિકાસમાં કૃષિ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી છે.

 

 

આ પણ વાંચો: ભારત ફરી એકવાર UNESCO કાર્યકારી બોર્ડના સભ્ય તરીકે ચૂંટાયું, ચાર વર્ષ સુધી સંભાળશે જવાબદારી

 

આ પણ વાંચો: Success Story: પાકમાં જંતુનાશક તરીકે હોમિયોપેથી દવાઓનો કર્યો સફળ પ્રયોગ, લોકોએ નામ આપ્યું પાકના ડોક્ટર

 

Next Article