PM Modiનો ફૂટબોલ લૂક થયો વાયરલ, ગંગટોકમાં એથ્લેટ્સ સાથે રમ્યા ફૂટબૉલ, જુઓ Video

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાની બેઠકો માટે પ્રચાર શાંત થયા બાદ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય ચહેરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે સિક્કિમ પહોંચી ગયા છે.

PM Modiનો ફૂટબોલ લૂક થયો વાયરલ, ગંગટોકમાં એથ્લેટ્સ સાથે રમ્યા ફૂટબૉલ, જુઓ Video
Narendra Modi Playing Football
Image Credit source: X
| Updated on: Apr 28, 2026 | 12:46 PM

ભારતના વડાપ્રધાન બે દિવસના સિક્કિમ પ્રવાસ પર છે. પીએમ મોદી આજે વહેલી સવારે ગંગટોકમાં યુવાનો વચ્ચે ફૂટબૉલ રમતા જોવા મળ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફૂટબૉલના મેદાનમાં પણ ઉતર્યા અને યુવાનો સાથે ફૂટબૉલ રમ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેવમે ફૂટબૉલ રમતા વખતનો વિડિયો શેર કર્યો. આ વિડિયોમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુવાનો સાથે ફૂટબૉલ રમતા જોવા મળે છે.

X પર પોતાના રમતગમત સત્રની તસવીરો શેર કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું, “ગંગટોકમાં એક સુંદર સવારે સિક્કિમમાં મારા યુવાન મિત્રો સાથે ફૂટબોલ રમવા જેવું કંઈ નથી.” બીજી પોસ્ટમાં, તેમણે કહ્યું, “આ યુવાનો સાથે ખરેખર ઉર્જાવાન ફૂટબોલ સત્ર હતું!”

 

પશ્ચિમ બંગાળમાં લોકપ્રિય રમત છે ફૂટબૉલ

ફૂટબૉલ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ખૂબ જ લોકપ્રિય છે. પીએમ મોદીનું યુવાનો વચ્ચે જઈને ફૂટબોલ રમવું અને તેની તસવીરો શેર કરવાનું પશ્ચિમ બંગાળને ધ્યાનમાં રાખીને બનાવેલી વ્યૂહરચના તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. કારણ કે સિક્કિમ સાથે પશ્ચિમ બંગાળમાં પણ ફૂટબૉલ ખૂબ જ લોકપ્રિય રમત છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા ભારતમાં ક્લબ ફૂટબોલનું મોટું કેન્દ્ર છે.

પીએમ મોદીનો ગોલ

પશ્ચિમ બંગાળમાં ફૂટબૉલની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્લ્ડ કપ જેવી મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ દરમિયાન રસ્તાઓ પર ટ્રાફિક થઈ જાય છે. ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી, વડા પ્રધાન મોદી ફૂટબૉલ મેદાનમાં ગયા અને ગોલ કર્યો સાથે જ તેનો વિડિયો પણ શેર કર્યો. લોકો આ વિડિયોનો રાજકીય વ્યૂહરચના તરીકે જોઈ રહ્યા છે.

 

પીએમ મોદીએ એથ્લેટ્સ સાથે ફોટો પડાવ્યો

મોદીએ એથ્લેટ્સ સાથે ફોટો પડાવ્યો છે. પ્રધાનમંત્રી સિક્કિમ રાજ્યના સ્થાપનાના 50માં વર્ષગાંઠ નિમિત્તે પહોંચ્યા હતા. ફોટામાં પીએમ મોદી તિરંગાના લોગો સાથે વાદળી સ્પોર્ટ્સ જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા. બધાએ એક સરખો ગણવેશ પહેર્યો હતો.

 

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: પ્રારંભિક વલણોમાં ભાજપની સતત આગેકૂચ, કુલ 15 પૈકી 4 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો

Published On - 12:34 pm, Tue, 28 April 26

Follow Us