Manipur : એન બિરેન સિંહ બીજી વખત મણિપુરના મુખ્યમંત્રી બન્યા, ઈમ્ફાલમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા

|

Mar 21, 2022 | 5:20 PM

રાજભવનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બે રાજકીય પક્ષોના છ સભ્યો, જનતા દળ (યુનાઇટેડ), કુકી પીપલ્સ એલાયન્સના બે સભ્યો અને એક અપક્ષે ભાજપને બિનશરતી સમર્થન આપ્યું છે અને તેમના સમર્થનના પત્રો પણ રાજ્યપાલને સુપરત કરવામાં આવ્યા છે.

Manipur : એન બિરેન સિંહ બીજી વખત મણિપુરના મુખ્યમંત્રી બન્યા, ઈમ્ફાલમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા
N Biren Singh takes oath

Follow us on

એન બિરેન સિંહ (N Biren Singh) સોમવારે બીજી વખત મણિપુરના મુખ્યમંત્રી (Manipur CM) બન્યા. તેમણે ઈમ્ફાલમાં સીએમ તરીકે શપથ લીધા. જણાવી દઈએ કે મણિપુર બીજેપી (Manipur BJP) વિધાનસભા પક્ષની બેઠકમાં ધારાસભ્યોએ, એન બિરેન સિંહને સર્વસંમતિથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. સિંહને સીએમ તરીકે પસંદ કર્યા પછી, કેન્દ્રીય નિરીક્ષક નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ એક ખૂબ જ સારો નિર્ણય છે, તે સુનિશ્ચિત કરશે કે મણિપુરમાં એક સ્થિર અને જવાબદાર સરકાર હશે જે વધુ મણિપુરના વિકાસ માટે સતત કાર્ય કરશે કારણ કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ઉત્તર પૂર્વીય રાજ્યોના વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એન બિરેન સિંહને 32 ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિથી બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

એન બિરેન સિંહ, બીજેપી વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા

મણિપુરના રાજ્યપાલ એલ ગણેશને ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય દળના નેતા અને કાર્યપાલક મુખ્ય પ્રધાન એન બિરેન સિંહને આગામી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. અગાઉ, કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ અને કિરન રિજિજુએ રાજ્યપાલને પક્ષ વતી એક પત્ર સુપરત કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે એન બીરેન સિંહને 32 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

રાજભવનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બે રાજકીય પક્ષોના છ સભ્યો, જનતા દળ (યુનાઇટેડ), કુકી પીપલ્સ એલાયન્સના બે સભ્યો અને એક અપક્ષે ભાજપને બિનશરતી સમર્થન આપ્યું છે અને તેમના સમર્થનના પત્રો પણ રાજ્યપાલને સુપરત કરવામાં આવ્યા છે. આ સાથે, ભાજપની આગેવાની હેઠળની સરકાર પાસે 60 સભ્યોની મણિપુર વિધાનસભામાં 41નું સંખ્યાબળ અને બે તૃતીયાંશ બહુમતી હશે. દિવસની શરૂઆતમાં, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે એન બિરેન સિંહ બીજી મુદત માટે મણિપુરના મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેશે.

ભાજપ સત્તામાં પરત ફર્યુ

60 સભ્યોની મણિપુર વિધાનસભામાં ભાજપે 32 બેઠકો જીતીને સત્તા પુનઃ પ્રાપ્ત કરી છે. કોંગ્રેસ માત્ર પાંચ બેઠકો પર જ જીતી છે. આ ઉપરાંત 7 બેઠકો NPP, 7 NPF અને 11 બેઠકો અન્યને ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લી ચૂંટણી 2017માં, સીટોની દ્રષ્ટિએ કોંગ્રેસ પછી બીજેપી બીજી પાર્ટી હતી, તેમ છતાં તેણે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો સાથે મળીને ભાજપે સરકાર બનાવી હતી અને એન બિરેન સિંહ રાજ્યના મુખ્યમંત્રી બન્યા.

આ પણ વાંચોઃ

રાજ્યસભામાં સૌથી નાની વયના સાંસદ બનશે રાધવ ચઢ્ઢા, જાણો તેમના પહેલા કોણ હતા નાની વયના સાંસદ ?

આ પણ વાંચોઃ

જમ્મુ-કાશ્મીરઃ 23 માર્ચથી ખુલશે એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન, 15 લાખ ફૂલોથી શણગારવામાં આવ્યો આ બાગ, જુઓ તસવીરો

Published On - 5:15 pm, Mon, 21 March 22

Next Article