Telangana: રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ My Home Groupના અધ્યક્ષ ડો. રામેશ્વર રાવ સર્વોચ્ચ સન્માનથી સન્માનિત

|

Dec 24, 2021 | 11:35 PM

ડૉ. રામેશ્વર રાવે કહ્યું કે તેઓ બાંધકામ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે અને હૈદરાબાદમાં એપાર્ટમેન્ટ્સની વધતી માંગને પહોંચી વળવા પ્રયત્નશીલ રહેશે.

માય હોમ ગ્રૂપના અધ્યક્ષ ડૉ. જુપલ્લી રામેશ્વર રાવ (Dr. Jupalli Rameswara Rao) ને તેલંગણામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ (Lifetime Achievement Award)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેલંગણા CREDAI (Confederation of Real Estate Developers Association of India) દ્વારા જાહેર કરાયેલું આ પ્રતિષ્ઠિત સન્માન તેમને તેલંગણાના ગવર્નર તમિલિસાઈ સુંદરરાજન ( Tamilisai Sundararajan) દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું, જેઓ હૈદરાબાદમાં પ્રથમ વખત યોજાયેલા TS કોન્ક્લેવ (TS Conclave, Hyderabad) ના મુખ્ય અતિથિ હતા.

આ સન્માન માટે દરેકનો અને ખાસ કરીને તેમની લાંબી સફર દરમિયાન હંમેશા તેમની સાથે રહેનારાઓનો આભાર આમનતા ડૉ. રામેશ્વર રાવે કહ્યું કે તેઓ બાંધકામ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે અને હૈદરાબાદમાં એપાર્ટમેન્ટ્સની વધતી માંગને પહોંચી વળવા પ્રયત્નશીલ રહેશે. ઘર ખરીદનારાઓનો વિશ્વાસ જીતવા બદલ તેમનો આભાર વ્યક્ત કરતાં ડૉ. રાવે ભારપૂર્વક જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રને ગેરકાયદે બાંધકામો અને બોગસ બિલ્ડરોથી મુક્ત રાખવાની જરૂર છે.

‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ વિશે કરી વાત
તેમણે કહ્યું, “માય હોમ ગ્રુપ આવતા વર્ષે બાંધકામ ક્ષેત્રે મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે. હૈદરાબાદમાં હાઈ-રાઈઝ એપાર્ટમેન્ટ્સની ખૂબ માંગ છે, પરંતુ કોઈ પણ સંજોગોમાં ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપનીઓમાં ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહેવો જોઈએ.”

ડૉ. રાવે શ્રોતાઓને ભગવદ ચિન્ના જીયર સ્વામી (Bhagavad Chinna Jeeyar Swamy)ના માર્ગદર્શન અને આશીર્વાદ હેઠળ તૈયાર થઈ રહેલા ‘સ્ટેચ્યુ ઑફ ઈક્વાલિટી’ (Statue of Equality) પ્રોજેક્ટ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે પ્રતિમા – જે 11મી સદીના વૈષ્ણવ સંત ભગવદ રામાનુજને સમર્પિત સ્મારક છે  તેનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી 2022 માં કરવામાં આવશે.

માય હોમ ગ્રુપ વિશ્વ કક્ષાની ટેકનોલોજી સાથે પર્યાવરણને અનુકૂળ અને વૈભવી ઘર બનાવી રહ્યું છે
માય હોમ કન્સ્ટ્રક્શનની શરૂઆત ડૉ. રાવ દ્વારા 1986માં ‘મેક લિવિંગ બેટર’ના વચન સાથે કરવામાં આવી હતી. કંપનીનો ઉદ્દેશ્ય સામાન્ય માણસને પરવડે તેવા ઘરો પૂરા પાડવાનો હતો અને છેલ્લા 35 વર્ષોમાં જૂથે 10,000થી વધુ પરિવારોને ગુણવત્તાયુક્ત ઘરો પ્રદાન કર્યા છે.

માય હોમ ગ્રુપના સ્થાપકના સંકલ્પને પગલે આ કંપની આજે ગુણવત્તાયુક્ત બાંધકામનો પર્યાય બની ગઈ છે. લોકોની સેવામાં સતત કાર્યરત આ કંપનીએ સમયસર ઘરની ડિલિવરી કરીને ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. આ ગ્રુપ વિશ્વ કક્ષાની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વૈભવી તેમજ ઈકો-ફ્રેન્ડલી ઘરો બનાવી રહ્યું છે.

ગયા મહિને દિલ્હીમાં આયોજિત 5મી નેશનલ મિનરલ એન્ડ વેલ્થ કોન્ક્લેવ (the 5th National Mineral and Wealth Conclave) દરમિયાન ખાણ અને ખનિજોના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારી કંપનીઓને ફાઇવ સ્ટાર રેટિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. માય હોમના પ્રમોટર રણજીત રાવે કેન્દ્રીય ખાણ અને ખનિજ સંસાધન મંત્રી પ્રહલાદ જોશી તરફથી અહીં સર્વોચ્ચ સન્માન મેળવ્યું. નોંધનીય રીતે, માય હોમ એ દેશભરમાં લીઝ્ડ ખાણોના સંચાલનમાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું પાલન કરતી ટોચની ભારતીય કંપનીઓમાંની એક છે.

આ પણ વાંચો: SURAT : કોરોનાના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે શહેરના 41 દર્દીઓના જીનોમ રિપોર્ટ ગાંધીનગર લેબમાં પેન્ડીંગ

આ પણ વાંચો: Indipaisa અને NSDL પેમેન્ટ બેંકે ફીનટેક પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે કરી ભાગીદારી, ભારતના વિકાસશીલ 63 મિલિયન SME ક્ષેત્રનું લક્ષ્ય

Next Video