AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Specific Religion : દુનિયામાં 80 થી વધારે દેશો ખાસ ધર્મનું સમર્થન કરે છે, ઘણા દેશોએ રાજકીય ધર્મ પણ નક્કી કર્યો છે

Specific Religions : આ સંશોધન અને વિશ્લેષણ અનુસાર 199 દેશોમાંથી 80થી વધુ દેશો એવા છે જે બંધારણીય રીતે અથવા સરકાર દ્વારા સમર્થન કરવાની દૃષ્ટિએ ખાસ ધર્મનું સમર્થન કરે છે.

Specific Religion : દુનિયામાં 80 થી વધારે દેશો ખાસ ધર્મનું સમર્થન કરે છે, ઘણા દેશોએ રાજકીય ધર્મ પણ નક્કી કર્યો છે
સાંકેતિક તસ્વીર
| Updated on: May 29, 2021 | 7:07 PM
Share

Specific Religion : ભારત સરકારે નાગરિકત્વ કાયદા 1955 અંતર્ગત દેશના 13 જિલ્લાઓમાં વસતા બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકત્વ આપવા માટે અરજીઓ મંગાવી છે. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે,પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં ઘણા દેશો ખાસ ધર્મોનું સમર્થન કરે છે અને એ ધર્મને આધારે જ નાગરિકતા આપે છે ? ઘણા દેશોએ બંધારણમાં જ રાજકીય ધર્મ (state religion)નક્કી કરી નાખ્યો છે અને એને જ સર્વોપરી માને છે અને એ ધર્મને આધારે જ નાગરિકતા આપે છે. આવા ધર્મોમાં ઇસ્લામ અને ઈસાઈ ધર્મ મુખ્ય છે.

80 થી વધારે દેશમાં ખાસ ધર્મનું સમર્થન Pew Research Center દ્વારા દુનિયાના 199 દેશોમાં ખાસ ધર્મના સમર્થન (Specific Religion) અંગે સંશોધન અને વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ સંશોધન અને વિશ્લેષણ અનુસાર 199 દેશોમાંથી 80થી વધુ દેશો એવા છે જે બંધારણીય રીતે અથવા સરકાર દ્વારા સમર્થન કરવાની દૃષ્ટિએ ખાસ ધર્મનું સમર્થન કરે છે.

27 દેશોમાં ઇસ્લામ રાજકીય ધર્મ ઘણા દેશોમાં ઇસ્લામ ધર્મ (Islam) રાજકીય દૃષ્ટિએ બંધારણીય રીતે જાહેર કરાયેલો ધર્મ છે, તો ઘણા દેશો ઈસાઈ ધર્મ (Christianity) ને આધારે નાગરિકોને વિશેષ અધિકારો આપે છે. દુનિયાના 27 દેશોએ બંધારણીય રીતે ઇસ્લામ ધર્મને રાજકીય ધર્મ (state religion) તરીકે જાહેર કરેલો છે. આ 27 દેશોમાં મોટા ભાગના દેશો મધ્ય અને પૂરબ ઉત્તરીય આફ્રિકાના દેશો છે.

13 દેશોમાં ઈસાઈ ધર્મ રાજકીય ધર્મ દુનિયાના 13 દેશો એવા છે જેમણે ઈસાઈ ધર્મને કે તેના એક વિશેષ સંપ્રદાયને રાજકીય ધર્મ (state religion) તરીકે જાહેર કરેલો છે. આ 13 દેશોમાં યુરોપીય યુનિયનના 9 દેશોનો પણ સમાવેશ થાય છે.

આ 13 દેશો ઉપરાંત 40 દેશો એવા છે જેમણે ઈસાઈ ધર્મને રાજકીય ધર્મ તરીકે જાહેર કરેલો નથી, પણ ખાસ ધર્મ (Specific Religion) તરીકે ઈસાઈ ધર્મ અને તેના ખાસ સંપ્રદાયનું સમર્થન કરે છે.

6 દેશોમાં બૌદ્ધ ધર્મ સર્વોપરી 6 દેશોમાં બૌદ્ધ ધર્મ સર્વોપરી છે,જેમાં 4 દેશો મ્યાનમાર, લાઓસ, મોંગોલિયા અને શ્રીલંકામાં બૌદ્ધ ધર્મને ટોચનું સમર્થન (Specific Religion) આપવામાં આવ્યું છે, જયારે ભૂતાન અને કંબોડિયામાં બૌદ્ધ ધર્મ આધિકારીક ધર્મ એટલે કે રાજકીય ધર્મ (state religion) છે.

યહૂદી એક માત્ર ઇઝરાયેલમાં રાજકીય ધર્મ ઇઝરાયેલ એક માત્ર એવો દેશ છે જેમાં યહૂદી ધર્મ (Judaism) ને ઇઝરાયેલનો રાજકીય ધર્મ ઘોષિત કરવામાં આવ્યો છે. દુનિયામાં યહુદીઓનો એક માત્ર દેશ ઇઝરાયેલ છે.

હિંદુ ધર્મનો એક પણ દેશ નહી દુનિયામાં ઇસ્લામ ધર્મના 27 દેશો, ઈસાઈ ધર્મના 13 દેશો બૌદ્ધ ધર્મના 6 દેશો અને યહૂદી ધર્મનો એક દેશ છે જ્યાં જે તે ધર્મને રાજકીય ધર્મ (state religion) જાહેર કરવામાં આવેલો છે. પરંતુ દુનિયમાં હિંદુ ધર્મને રાજકીય ધર્મ જાહેર કરવામાં આવ્યો હોય એવો એક પણ દેશ નથી. ભારતમાં હિંદુ ધર્મને સમર્થિત ધર્મ (favored religion) છે. નેપાળ હિંદુ ધર્મનો એક માત્ર દેશ હતો, પણ ત્યાં પણ લોકશાહી આવતા હાલ દુનિયમાં હિંદુ ધર્મ રાજકીય ધર્મ હોય એવો એક પણ દેશ નથી.

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">