Corona update : દેશમાં સતત ચોથા દિવસે નોંધાયા 4 લાખથી વધુ કોરોનાના કેસ, 12 રાજ્યમાંથી 80 ટકા કેસ

|

May 09, 2021 | 8:15 AM

દેશમાં માત્ર એક સપ્તાહમાં જ પાંચમી વખત ચાર લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. અને ચાર લાખથી વધુ કેસ નોંધાવવાની ઘટના સતત ચોથા દિવસે પણ યથાવત રહી છે

Corona update : દેશમાં સતત ચોથા દિવસે નોંધાયા 4 લાખથી વધુ કોરોનાના કેસ, 12 રાજ્યમાંથી 80 ટકા કેસ
સતત ચોથા દિવસે નોંધાયા 4 લાખથી વધુ કોરોનાના કેસ, 12 રાજ્યમાંથી 80 ટકા કેસ

Follow us on

કોરોનાની બીજી લહેર શહેરી સહીત ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્રસરી જતા ચિંતા ઉભી કરી છે. દેશમાં માત્ર એક સપ્તાહમાં જ પાંચમી વખત ચાર લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. અને ચાર લાખથી વધુ કેસ નોંધાવવાની ઘટના સતત ચોથા દિવસે પણ યથાવત રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રાપ્ત આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 4133 લોકોના મોત નિપજ્યા છે અને આ સમયગાળા દરમિયાન 409,300 કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ રીતે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,42,398 લોકોનાં કોરોનાના સંક્રમણને કારણે મોત નીપજ્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં 2,22,95,911 લોકોને કોરોના થયો છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં દરરોજ એક લાખથી વધુ સક્રિય દર્દીઓમાં વધારો થાય છે. વધતા જતા કેસો વચ્ચે સાજા થતા દર્દીઓના દરમાં થયેલા ઘટાડાને કારણે કટોકટી વધુ વકરી છે. દેશમાં કોરોનાથી સાજા થવાની ટકાવારીનો દર ઘટીને 81.90 ટકા રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, 3,86,207 દર્દીઓ સંક્રમણમાંથી સાજા થયા છે. તો આ જ સમયે, 1 એપ્રિલના રોજ દર્દીઓનો સાજા થવાનો દર 93.89 ટકા હતો.

4 લાખથી વધુ નોંધાયેલા કોરોનાના કેસ
30 એપ્રિલ: 4,02,014
5 મે: 4,12,624
મે 6: 4,14,280
મે 7: 4,06,902
8 મે: 4,03,626

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

માત્ર 12 રાજ્યોમાં 80 ટકા કેસ
દેશમાં હાલમાં 37.23 લાખથી વધુ સક્રિય કેસ છે. જ્યારે આ કિસ્સાઓમાં 80.68 ટકા ફક્ત 12 રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ સક્રિય કેસ 6.28 લાખ, કર્ણાટક 5..48 લાખ, કેરળ 4.17 લાખ, યુપીમાં 2.45 લાખ અને રાજસ્થાનમાં 1.99 લાખ નોંધાયા છે. તે પછી આંધ્ર પ્રદેશ, ગુજરાત, તમિળનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને બિહાર રાજ્યમાં કોરોનાના વધુ કેસ નોંધાયેલા છે.

દસ રાજ્યોમાં 70 ટકા નવા કેસ નોંધાયા છે
છેલ્લા 24 કલાક દરમિયાન દેશના દસ રાજ્યોમાં નવા કોરોના 70.77 ટકા કેસ નોંધાયા છે. તેમાંથી મહારાષ્ટ્રમાં 56,578, કર્ણાટકમાં 47,563, કેરળમાં 31,971, યુપીમાં કોરોના કેસોમાં 26,636 હતા. આ સાથે તમિળનાડુ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને હરિયાણામાં પણ કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે.

વિશ્વમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુના 7.25 ટકા મૃત્યુ ભારતમાં
અમેરિકા: 18.11
બ્રાઝિલ: 12.76
ભારત: 7.25
મેક્સિકો: 6.65
યુકે: 3.88
ઇટાલી: 3.73
રશિયા: 3.44
ફ્રાંસ: 3.23
જર્મની: 2.59
સ્પેન: 2.40
અન્ય: 35.96

જાણો, મે મહિનામાં કયારે ? કેટલા નોંધાયા કોરોનાના કેસ ?
1 મે ​​2021: 392,562 નવા કેસ અને 3,688 મૃત્યુ.
2 મે 2021: 370,059 નવા કેસ અને 3,422 મૃત્યુ.
3 મે 2021: 355,828 નવા કેસ અને 3,438 મૃત્યુ.
4 મે 2021: 382,691 નવા કેસ અને 3,786 મૃત્યુ.
5 મે 2021: 412,618 નવા કેસો અને 3,982 મૃત્યુ.
6 મે 2021: 414,433 નવા કેસ અને 3,920 મૃત્યુ.
7 મે 2021: 401,326 નવા કેસ અને 4,194 મૃત્યુ.
8 મે 2021: 409,300 નવા કેસ અને 4,133 મૃત્યુ

Next Article