આસામમાં (Assam) કટ્ટરપંથી સંગઠન અંસાર અલ-ઈસ્લામ અલ-કાયદા માટે ‘સ્લીપર સેલ’ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને તેને દેશના અન્ય ભાગોમાં વહેંચવાની યોજના બનાવી રહ્યું હતું, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ( NIA) દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ મુજબ કેટલીક ચોકાવનારી વિગતો સામે આવી છે. તમને જણાવી દઈએ કે NIAએ સ્લીપર સેલ બનાવવાની કોશિશ કરી રહેલા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આસામ પોલીસ દ્વારા અંસાર અલ ઇસ્લામને અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) તરીકે પણ ઓળખવામાં આવે છે. પાંચ સભ્યોની ધરપકડ બાદ, કેન્દ્રીય એજન્સી (NIA) એ તાજેતરમાં તપાસ હાથ ધરી હતી અને બારપેટા (Barpeta) અને બોંગાઈગાંવમાં 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
બાંગ્લાદેશ સ્થિત અંસાર અલ-ઈસ્લામ ભારતીય ઉપખંડમાં અલ કાયદા (AQIS) સાથે ગાઢ રીતે સંકળાયેલું છે અને ઢાકામાં નાસ્તિક બ્લોગર્સ પરના હુમલાઓ માટે જાણીતું છે, જેમાં ફેબ્રુઆરી 2015માં બાંગ્લાદેશમાં જન્મેલા અમેરિકન લેખક અવિજીત રોયની હત્યાનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશ સ્થિત અંસાર અલ-ઈસ્લામના ટોચના બે નેતાઓ – સૈયદ મોહમ્મદ ઝિયાઉલ હક ઉર્ફે મેજર ઝિયા, જેઓ એબીટીની લશ્કરી શાખાના વડા છે અને સંગઠનની ગુપ્તચર શાખાના મુખ્ય સભ્ય અકરમ હુસૈન અબીર ઉપર, ગયા વર્ષે ડિસેમ્બરમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે $5 મિલિયનનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
તપાસથી વાકેફ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અંસાર અલ-ઈસ્લામે બાંગ્લાદેશના નારાયણગંજના રહેવાસી સૈફુલ ઈસ્લામને સપ્ટેમ્બર 2019માં અહીં નેટવર્ક બનાવવા માટે ભારત મોકલ્યો હતો. સૈફુલ ઈસ્લામની માર્ચના પ્રથમ સપ્તાહમાં અન્ય ચાર ખૈરુલ ઈસ્લામ, બાદશાહ સુલેમાન ખાન, નૌશાદ અલી અને તૈમુર રહેમાન ખાન (તમામ રહેવાસીઓ બરપેટા) સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, શુક્રવારે આસામ પોલીસ દ્વારા સંગઠનના વધુ છ સભ્યોને પકડવામા આવ્યા હતા અને ટૂંક સમયમાં જ NIAને સોંપવામાં આવશે. તેમને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તમામે તમામને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
ચોક્કસ ઇનપુટ્સના આધારે બારપેટાના વિવિધ ભાગોમાંથી શુક્રવારે છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બધા ABT સાથે જોડાયેલા છે, જે AQIS સાથે પણ જોડાણ ધરાવે છે. પ્રવક્તાએ કહ્યું કે સૈફુલ ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસ્યો હતો અને ઢાંકલિયાપારા મસ્જિદમાં અરબી શિક્ષક તરીકે કામ કરતો હતો.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ