મોબાઈલ ગ્રાહકો માટે મોટા સમાચાર, 16 ડિસેમ્બરથી બદલાઈ જશે સિમકાર્ડથી જોડાયેલા આ નિયમ

|

Dec 11, 2019 | 10:19 AM

TRAIએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની (MNP) પ્રક્રિયા માટે મંગળવારે સાર્વજનિક નોટિસ બહાર પાડી છે. તેનાથી 16 ડિસેમ્બરથી પોર્ટિંગની પ્રક્રિયા ઝડપી અને સરળ થઈ જશે. MNP હેઠળ કોઈ પણ યૂઝર્સ તેમના ઓપરેટરને સરળતાથી બદલી શકે છે અને તેમનો મોબાઈલ નંબર એક જ રાખી શકે છે. નવી પ્રક્રિયા યૂનીક પોર્ટિગ કોડ (UPC)નું ક્રિએશન કરવાની શરતની સાથે લાવવામાં આવી […]

મોબાઈલ ગ્રાહકો માટે મોટા સમાચાર, 16 ડિસેમ્બરથી બદલાઈ જશે સિમકાર્ડથી જોડાયેલા આ નિયમ

Follow us on

TRAIએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની (MNP) પ્રક્રિયા માટે મંગળવારે સાર્વજનિક નોટિસ બહાર પાડી છે. તેનાથી 16 ડિસેમ્બરથી પોર્ટિંગની પ્રક્રિયા ઝડપી અને સરળ થઈ જશે. MNP હેઠળ કોઈ પણ યૂઝર્સ તેમના ઓપરેટરને સરળતાથી બદલી શકે છે અને તેમનો મોબાઈલ નંબર એક જ રાખી શકે છે.

નવી પ્રક્રિયા યૂનીક પોર્ટિગ કોડ (UPC)નું ક્રિએશન કરવાની શરતની સાથે લાવવામાં આવી છે. નવા નિયમ હેઠળ હવે સર્વિસ એરિયાની અંદર જો કોઈ પોર્ટ કરાવવાનો આગ્રહ કરશે તો તેને 3 વર્કિગ દિવસમાં પૂરૂ કરવું પડશે. એક સર્કલથી બીજા સર્કલમાં પોર્ટના આગ્રહને 5 વર્કિગ દિવસમાં પૂરૂ કરવું પડશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

TRAIએ સ્પષ્ટ કર્યુ છે કે કોર્પોરેટ મોબાઈલ કનેક્શનોની પોર્ટીગની સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. TRAIએ કહ્યું કે MNP પ્રક્રિયામાં સંશોધન કરવામાં આવ્યું છે. સંશોધિત MNP પ્રક્રિયામાં UPC ત્યારે બનશે, જ્યારે ગ્રાહક તેમના મોબાઈલ નંબરને પોર્ટ કરવા માટે યોગ્ય હશે. સંશોધિત MNP પ્રક્રિયા 16 ડિસેમ્બરથી લાગૂ થશે. મોબાઈલ યૂઝર્સ UPC બનાવી શકશે અને મોબાઈલ નંબર પોર્ટિગ પ્રક્રિયાનો લાભ ઉઠાવી શકશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નવી પ્રક્રિયાના નિયમો નક્કી કરતી વખતે TRAIએ કહ્યું કે UPC ફક્ત વિવિધ શરતોની સકારાત્મક મંજૂરીથી બનાવવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે પોસ્ટ પેઈડ મોબાઈલ કનેક્શન્સના કિસ્સામાં ગ્રાહકોને ઓપરેટર પાસેથી તેની બાકી રકમ અંગેનું પ્રમાણપત્ર મેળવવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તે સિવાય હાલના ઓપરેટરના નેટવર્ક પર તેને ઓછામાં ઓછા 90 દિવસ સુધી એક્ટિવ પણ રહેવું પડશે. લાઈસન્સવાળા સેવા ક્ષેત્રોમાં UPC 4 દિવસ માટે વેલિડ રહેશે. ત્યારે જમ્મૂ-કાશ્મીર, અસમ અને પૂર્વોતર સર્કલોમાં આ 30 દિવસ સુધી વેલિડ રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article