મોબાઈલ યુઝર્સને મોટો ઝટકો, મોબાઈલ ટેરિફમાં 40થી 50 ટકાનો તોતિંગ વધારો થશે

|

Dec 02, 2019 | 7:51 AM

નુકસાનને લઈ ઝઝુમી રહેલી ટેલીકોમ કંપનીઓએ તેમના પ્રીપેડ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જિયો, એરટેલ, વોડાફોન-આઈડિયા તમામ ટેલીકોમ કંપનીઓએ તેમની સેવાઓ માટે ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેનાથી ગ્રાહકોના મોબાઈલ બિલમાં 50 ટકા સુધીનો વધારો થઈ શકે છે. એરટેલ અને વોડાફોન-આઈડિયાએ રવિવારે તેમના ટેરિફમાં 15થી 40 ટકાના વધારાની જાહેરાત કરી છે. આ વધારે 3 […]

મોબાઈલ યુઝર્સને મોટો ઝટકો, મોબાઈલ ટેરિફમાં 40થી 50 ટકાનો તોતિંગ વધારો થશે

Follow us on

નુકસાનને લઈ ઝઝુમી રહેલી ટેલીકોમ કંપનીઓએ તેમના પ્રીપેડ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જિયો, એરટેલ, વોડાફોન-આઈડિયા તમામ ટેલીકોમ કંપનીઓએ તેમની સેવાઓ માટે ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેનાથી ગ્રાહકોના મોબાઈલ બિલમાં 50 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

એરટેલ અને વોડાફોન-આઈડિયાએ રવિવારે તેમના ટેરિફમાં 15થી 40 ટકાના વધારાની જાહેરાત કરી છે. આ વધારે 3 ડિસેમ્બરથી લાગૂ થશે. જિયોએ પણ રવિવારે તેમના નવા દરની યોજનામાં 40 ટકાના વધારાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં કહ્યું કે તેમનો નવો પ્લાન ‘ઓલ ઈન વન’ 6 ડિસેમ્બરથી લાગૂ થશે. ઉલ્લેખનીય છે કે જિયોના લગભગ 33 કરોડ ગ્રાહકો છે. જ્યારે વોડાફોનના 38 કરોડ અને એરટેલના લગભગ 28 કરોડ ગ્રાહક છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પહેલા ટેલીકોમ કંપનીઓની ગળાકાપ પ્રતિસ્પર્ધાના કારણે ભારતમાં કોલ અને ડેટા ચાર્જ ખુબ જ સસ્તા થઈ ગયા હતા. હવે તે વધી રહ્યા છે, જે છેલ્લા 5 વર્ષમાં પ્રથમવખત થઈ રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેમ કંપનીઓ વધારી રહી છે ટેરિફ

AGR પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના કારણે ટેલીકોમ કંપનીઓને સરકારને જંગી રકમ ચૂકવવી પડે છે. તેના કારણે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં વોડાફોનને ભારતીય કોર્પોરેટ જગતનું સૌથી વધારે 50,922 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તે સિવાય કંપનીની ઉપર 1.17 લાખ કરોડ રૂપિયાનું ભારે દેવું છે. એરટેલને આ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં 23,045 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેથી કંપનીઓની પાસે ટેરિફ વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહતો.

AGR શું છે જુઓ VIDEO

Next Article