ભારતીય બ્યુટી પેજન્ટની દુનિયામાં એક નવું નામ ચમકી ઊઠ્યું છે. જયપુરમાં આયોજિત ભવ્ય ગ્રાન્ડ ફિનાલેમાં કેરળની 19 વર્ષીય લૉ સ્ટુડન્ટ અને મોડલ કઝિયા લિઝ મેજોએ (Kaziah Liz Mejo) 52 ફાઇનલિસ્ટ્સને પાછળ છોડીને ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’નો પ્રતિષ્ઠિત તાજ પોતાના નામે કર્યો છે. કઝિયા હવે આ વર્ષે નવેમ્બરમાં પ્યુર્ટો રિકો ખાતે યોજાનારી 75મી મિસ યુનિવર્સ (વર્લ્ડ) સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
કોણ છે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026ની વિજેતા કઝિયા લિઝ મેજો?
કેરળના માવેલિક્કારાની રહેવાસી 19 વર્ષીય કઝિયા લિઝ મેજો હાલમાં કાયદાનો અભ્યાસ (Law Student) કરી રહી છે. જોકે તેનું બાળપણ અબુ ધાબી (UAE) માં વીત્યું હતું અને તેની બ્યુટી પેજન્ટની સફર અત્યંત શાનદાર રહી છે.
મિસ યુનિવર્સ ઇન્ડિયા માટે આ છે યોગ્યતા માપદંડ:
વય મર્યાદા: અરજી કરતી વખતે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી ફરજિયાત છે.
શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ હોવું જરૂરી છે. ગ્રેજ્યુએશન કરી રહેલી યુવતીઓ પણ પાત્ર ગણાય છે.
ઊંચાઈ: નિયમો મુજબ હાલમાં ઊંચાઈનું કોઈ કડક માપદંડ નથી; કોઈપણ હાઇટ ધરાવતી મહિલાઓ ભાગ લઈ શકે છે.
રાષ્ટ્રીયતા: અરજદાર પાસે ભારતીય નાગરિકત્વ અથવા માન્ય ભારતીય પાસપોર્ટ હોવો જરૂરી છે.
ગુનાહિત રેકોર્ડ: અરજદાર સામે કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ કે રેકોર્ડ ન હોવો જોઈએ.
મિસ યુનિવર્સ ઇન્ડિયા માટે આવી રીતે કરો અરજી:
આ અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન હોય છે. સૌથી પહેલા ગ્લેમેનન્ડની સત્તાવાર વેબસાઇટ Miss Universe India પર જાઓ.
તમારા 4 શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સ (ક્લોઝ-અપ, મિડ-શોટ, ફૂલ-લેન્થ અને નો-મેકઅપ) તેમજ ગાઇડલાઇન્સ મુજબનો એક ઇન્ટ્રોડક્શન વિડિયો અપલોડ કરો.
અરજી સ્વીકારાયા બાદ આશરે 2,999 રૂપિયા ઓડિશન ફી તરીકે ચૂકવવાના રહે છે.
મિસ યુનિવર્સ ઇન્ડિયાની પસંદગી પ્રક્રિયા:
સૌપ્રથમ દેશના અલગ-અલગ રાજ્યોમાં પ્રાદેશિક (રિજનલ) ઓડિશન્સ યોજાય છે.
જે ઉમેદવારો રાજ્ય કક્ષાએ ચૂકી જાય છે, તેમને ફાઇનલ ઓડિશન દ્વારા વધુ એક છેલ્લી તક આપવામાં આવે છે.
રાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલી સ્પર્ધકોને ઘણા અઠવાડિયા સુધી રેમ્પ વૉક, પબ્લિક સ્પીકિંગ, કરંટ અફેર્સ અને કોમ્યુનિકેશન સ્કિલ્સની આકરી તાલીમ આપવામાં આવે છે.
છેલ્લે નેશનલ ગ્રાન્ડ ફિનાલે યોજાય છે, જ્યાં જજની પેનલ દ્વારા સત્તાવાર વિજેતાની જાહેરાત કરવામાં આવે છે.
મિસ યુનિવર્સ ઇન્ડિયા વિજેતાને મળતા ઇનામ અને સુવિધાઓ:
મિસ યુનિવર્સ ઇન્ડિયાના વિજેતાને ખાસ ડિઝાઇન કરાયેલો ક્રાઉન પહેરાવવામાં આવે છે.
લાખો રૂપિયાની રોકડ ઇનામી રકમ અને મોટા આંતરરાષ્ટ્રીય ફેશન બ્રાન્ડ્સ સાથે મોડેલિંગ કોન્ટ્રાક્ટ્સ મળે છે.
ગ્લોબલ મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની સુવર્ણ તક પ્રાપ્ત થાય છે.
મિસ યુનિવર્સ (World) જીતવા પર મળે છે 2.1 કરોડ રૂપિયા:
વૈશ્વિક મિસ યુનિવર્સ વિજેતાને આશરે $250,000 (આશરે ₹2.1 કરોડ) ની ઇનામી રકમ આપવામાં આવે છે.
ન્યૂયોર્ક સિટી (USA) માં એક વર્ષ સુધી લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહેવાની મફત સુવિધા મળે છે, જેનો સમગ્ર ખર્ચ સંસ્થા ઉઠાવે છે.
વિશ્વના ટોચના ડિઝાઇનર્સના આઉટફિટ્સ, ફ્રી ઇન્ટરનેશનલ ટ્રાવેલ, પર્સનલ શેફ, સ્ટાઇલિસ્ટ, સ્કીનકેર અને મેકઅપનો એક વર્ષનો સમગ્ર ખર્ચ સંસ્થા દ્વારા આવરી લેવામાં આવે છે.
Miss Universe India 2026: કેરળની 19 વર્ષીય લૉ સ્ટુડન્ટ કઝિયા લિઝ મેજો બની Miss Universe India 2026; જાણો કોણ છે આ બ્યુટી ક્વીન