Miraculous Mantra : ગંભીરમાં ગંભીર બિમારીમાં રાહત આપશે હિંદુ ગ્રંથોમાં લખેલા આ ચમત્કારિક મંત્રો, વાંચો આ અહેવાલ

|

May 23, 2021 | 5:24 PM

Miraculous Mantra : આપણા હિંદુ ગ્રંથો અને શાસ્ત્રોમાં જીવનની મોટામાં મોટી સમસ્યાઓનું સમાધાન દર્શાવવામાં આવ્યું છે. ભલેને પછી આ સમસ્યા કારકિર્દી સંબંધિત હોય, વૈવાહિક જીવનને લગતી હોય, આર્થિક સંબંધી હોય કે હોય આરોગ્ય સંબંધિત.

Miraculous Mantra : ગંભીરમાં ગંભીર બિમારીમાં રાહત આપશે હિંદુ ગ્રંથોમાં લખેલા આ ચમત્કારિક મંત્રો, વાંચો આ અહેવાલ
હિંદુ શાસ્ત્રના ચમત્કારિક મંત્રો

Follow us on

Miraculous Mantra : આપણા હિંદુ ગ્રંથો અને શાસ્ત્રોમાં જીવનની મોટામાં મોટી સમસ્યાઓનું સમાધાન દર્શાવવામાં આવ્યું છે. ભલેને પછી આ સમસ્યા કારકિર્દી સંબંધિત હોય, વૈવાહિક જીવનને લગતી હોય, આર્થિક સંબંધી હોય કે હોય આરોગ્ય સંબંધિત. આ અહેવાલમાં, અમે આવા જ કેટલાક મંત્રોની માહિતી શેર કરી રહ્યાં છીએ. જે મંત્ર વિશે માનવામાં આવે છે કે જો નિષ્ઠા અને પવિત્ર હૃદયથી જાપ કરવામાં આવે તો ગંભીર રોગો પણ મટાડી શકાય છે. પરંતુ આ મંત્રોના જાપ દરમ્યાન દવાઓને અવગણશો નહીં કે તબીબી સલાહનું પાલન કરવાની કાળજી ચોક્કસ લેજો. તો ચાલો જાણીએ આ ચમત્કારિક મંત્રો વિશે….

ગંભીર બિમારીમાંથી રાહત આપશે ગાયત્રી મંત્ર

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો કોઈ વ્યક્તિ કોઈ ગંભીર બીમારીથી ઝઝૂમી રહી છે, તો તેને નિયમિતપણે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું હિતાવહ છે. આ છે ગાયત્રી મંત્ર ‘ऊं भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि । धियो यो न: प्रचोदयात्’ જેનો જાપ કરવાથી ગંભીર બિમારી દુર ભાગશે. ધ્યાનમાં રાખો કે સંપૂર્ણપણે ભક્તિ અને નિષ્ઠા સાથે દરરોજ ઓછામાં ઓછા પાંચ માળા અને વધુમાં વધુ આઠ માળા જાપ કરો. માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી ગંભીર બીમારીઓથી મુક્તિ મળે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ મંત્ર આપે છે સ્વાસ્થ્ય લાભ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આરોગ્ય લાભ માટે દુર્ગ સપ્તશતીમાં નિયમિત રીતે ઉલ્લેખિત મંત્રનો જાપ કરવો જોઇએ. નિયમિત વહેલી સવારે ધાર્મિક કાર્યોનું પાઠ કરીને, ઉનથી બનેલું આસન બિછાવીને, માતા દુર્ગાની સામે, ‘ देहि सौभाग्यमारोग्यं, देहि मे परमं सुखं। रूपं देहि, जयं देहि, यशो देहि, द्विषो जह‍ि’આ મંત્રનો જાપ કરવો જોઇએ. આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઇએ. ઉપરાંત, માતા દેવીને પ્રાર્થના કરો કે તે તમને સારા સ્વાસ્થ્યનું વરદાન આપે.

આ મંત્ર આપે છે હ્રદય રોગની સમસ્યાથી રાહત

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈને હ્રદય રોગની સમસ્યા હોય તો આ મંત્ર જાપ કરવાની સાથે દવા પણ કરવી જોઈએ. આ માટે ઋગ્વેદ મંત્ર ‘ क्क घन्नघ मित्रामहः आरोहन्नुत्तरां दिवम्। हृद्रोग मम् सूर्य हरि मांण् च नाश्यं’નો જાપ કરવો જોઇએ. પરંતુ ધ્યાનમાં રાખો કે આ મંત્રનો જાપ દરરોજ સવારે સૂર્યોદય સમયે સૂર્યદેવની સામે મુખ રાખીને 108 વાર કરવો જોઈએ.

નિરોગી રહેવા આ મંત્રનો જાપ કરો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ‘क्क जूं सः माम्पालय पालय सः जूं क्क’ મંત્રનો જાપ કરવાથી લોકો સાજા થઈ જાય છે. પરંતુ ધ્યાનમાં રાખો, મંત્રનો જાપ ઉત્તર દિશામાં મુખ રાખીને ઉનના આસન પર બેસીને કરવો જોઇએ. મંત્રનો જાપ કરતા પહેલા ઘીનો દીવો પ્રગટાવો અને શિવની પૂજા કરો. આ પછી, રુદ્રાક્ષની માળા સાથે આ મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે ભોલાનાથ આ મંત્રના જાપથી પ્રસન્ન થાય છે. તે જ સમયે, તમામ પ્રકારની શારીરિક બિમારીઓ દૂર થઈ જાય છે.

Next Article