Wrestler Protest: સગીર મહિલા રેસલરે WFI ચીફ બ્રિજ ભૂષણ સામેની ફરિયાદ પાછી ખેચી: સૂત્ર

|

Jun 04, 2023 | 11:21 PM

દિલ્હીના જંતર-મંતર પર મહિલા કુસ્તીબાજોએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, એક સગીર મહિલા રેસલરે પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે.

Wrestler Protest: સગીર મહિલા રેસલરે WFI ચીફ બ્રિજ ભૂષણ સામેની ફરિયાદ પાછી ખેચી: સૂત્ર
Image Credit source: Google

Follow us on

New Delhi: દિલ્હીના જંતર-મંતર પર મહિલા કુસ્તીબાજોએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો છે. તે દરમિયાન, સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે કે સગીર મહિલા કુસ્તીબાજોએ પટિયાલા હાઉસ કોર્ટમાંથી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ચીફ બ્રિજ ભૂષણ સિંહ સામેની તેની ફરિયાદ પાછી ખેંચી લીધી છે.

આ પણ વાચો: Wrestler Protest: કુસ્તીબાજોની જિદ પર બોલ્યા અનુરાગ ઠાકુર કહ્યું અમે ખેલાડીઓની સાથે પણ નિયમ મુજબ થશે તપાસ

કહેવામાં આવી રહ્યું છે કે સગીર કુસ્તીબાજએ 2 જૂને પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. હકીકતમાં, કુસ્તીબાજએ દિલ્હી પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. આ કેસ બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો હતો.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

મળતી માહિતી મુજબ, પોતાને સગીર ગણાવનારી મહિલા રેસલર પોતાના નિવેદનથી ફરી ગઈ છે. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં કુસ્તીબાજનું નિવેદન નોંધ્યું હતું. પટિયાલા હાઉસ કોર્ટમાં 2 દિવસ પહેલા નિવેદન પાછુ ખેંચી લેવામાં આવ્યું છે. જો કે, હજુ સુધી આ સંબંધમાં સગીર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

કુસ્તીબાજો ટૂંક સમયમાં મહાપંચાયત યોજશે – બજરંગ પુનિયા

બીજી તરફ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઓલિમ્પિક મેડલ વિજેતા રેસલર બજરંગ પુનિયાએ આજે ​​એટલે કે રવિવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કુસ્તીબાજો ટૂંક સમયમાં જ તેમની પોતાની મહાપંચાયત યોજશે, જેમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્ય પાલ મલિક અને આરએલડીના વડા જયંત ચૌધરી મંચ પર હાજર રહેશે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે માલિકે તાજેતરમાં જ કેન્દ્ર સરકારને કુસ્તીબાજોની માંગને લઈને ઠપકો આપ્યો હતો.

આ સન્માનની લડાઈ છે, જાતિની નહીં

તેમણે સોનીપત જિલ્લાના મુંડલાના ખાતે કુસ્તીબાજોના સમર્થનમાં જાહેર સભાને સંબોધિત કરી હતી. કાર્યક્રમમાં વક્તાઓને કોઈ નિર્ણય જાહેર ન કરવા વિનંતી કરતાં પુનિયાએ કહ્યું કે આગામી 3-4 દિવસમાં કુસ્તીબાજો મહાપંચાયત બોલાવશે. તેમણે કહ્યું કે, અમે મહાપંચાયત યોજીશું અને તેના માટે આહવાહન કરીશું. પુનિયાના કહેવા પ્રમાણે, તે પંચાયતના માધ્યમથી બધાને સાથે લાવવા માંગે છે. તેમણે કહ્યું કે તેમની લડાઈ કોઈ ખાસ જાતિ માટે નથી પરંતુ સન્માન માટે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article