PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં રહેલી ચૂક મુદ્દે ગૃહ મંત્રાલયે રચી ત્રણ સભ્યોની તપાસ સમિતિ

|

Jan 06, 2022 | 9:57 PM

કેન્દ્ર સરકારે આ ઘટના માટે પંજાબની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી છે અને તેમની પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને તાત્કાલિક અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે.

PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં રહેલી ચૂક મુદ્દે ગૃહ મંત્રાલયે રચી ત્રણ સભ્યોની તપાસ સમિતિ
Security lapses during PM Modi's visit to Punjab

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) પંજાબ (Punjab)  પ્રવાસ દરમિયાન સુરક્ષામાં રહેલી ખામીની તપાસ માટે ગૃહ મંત્રાલયે એક સમિતિની (committee) રચના કરી છે. ત્રણ સભ્યોની સમિતિનું નેતૃત્વ કેબિનેટ સચિવાલયના સચિવ (સુરક્ષા) સુધીર કુમાર સક્સેના કરશે. આ ઉપરાંત કમિટીમાં આઈબીના જોઈન્ટ ડાયરેક્ટર બલબીર સિંહ અને એસપીજી આઈજી એસ સુરેશનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલ ગુરુવાર 5 જાન્યુઆરીએ પંજાબની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ‘ગંભીર ક્ષતિ’ની એક ઘટના બની હતી, જ્યારે ફિરોઝપુરમાં કેટલાક પ્રદર્શનકારીઓએ જે માર્ગ પરથી વડાપ્રધાન પસાર થવાના હતા તે માર્ગને બ્લોક કરી દીધો હતો. જેના કારણે વડાપ્રધાન તેમના કાફલા સાથે લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. આ ઘટના બાદ વડાપ્રધાન કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપ્યા વગર દિલ્હી પરત ફર્યા હતા.

કેન્દ્ર સરકારે આ ઘટના માટે પંજાબની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી છે અને તેમની પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને તાત્કાલિક અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે કે તેમણે જરૂરી બંદોબસ્તની ખાતરી કરી નથી, જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે વડા પ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. અને આવી સુરક્ષા ચૂક માટેની જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે.

જો કે, પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે વડા પ્રધાનની સુરક્ષામાં કોઈ ખામી નથી અને તેની પાછળ કોઈ રાજકીય હેતુ પણ નથી. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાનના સમયપત્રકમાં અચાનક ફેરફારને કારણે આ ઘટના બની હતી અને વડા પ્રધાનના જીવને કોઈ ખતરો હોય એવી કોઈ સ્થિતિ નથી. આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે મુખ્ય પ્રધાને ચરણજીત સિંહ ચન્નીએ પણ એક સમિતિની રચના કરી છે. નિવૃત્ત ન્યાયમૂર્તિ મહેતાબ સિંહ ગિલ અને મુખ્ય સચિવ, ગૃહ અને ન્યાય, અનુરાગ વર્માને ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ

પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ ફરી કહ્યું- વડાપ્રધાન મોદીને કોઈ ખતરો ન હતો, બીજેપી ફેલાવી રહી છે અફવા

આ પણ વાંચોઃ

આખરે જાગ્યા ચન્ની : PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને પંજાબ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની કરી રચના

Published On - 9:49 pm, Thu, 6 January 22

Next Article