કાળાબજારીઓ સામે લાલ આંખ : ખાતરની કાળાબજારી કરનારાઓ સામે મનસુખ માંડવીયાએ કાર્યવાહીની ચેતવણી આપી

|

Nov 01, 2021 | 9:25 PM

દેશમાં ખાતરની અછતની બૂમરાડ વચ્ચે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યું બેઠક યોજી અને સ્થિતિનો તાગ મેળવ્યો

DELHI : દેશના ખેડૂતોને પૂરતો ખાતરનો જથ્થો મળશે.સરકારે પર્યાપ્ત ખાતરના જથ્થાની વ્યવસ્થા કરી છે, આ દાવો કર્યો કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ.દેશમાં ખાતરની અછતની બૂમરાડ વચ્ચે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યું બેઠક યોજી અને સ્થિતિનો તાગ મેળવ્યો.મનસુખ માંડવિયાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે તેઓ ખોટી અફવાઓમાં ન આવે અને ખાતરનો સ્ટોક કરવાનું ટાળે, સાથ જ તેઓએ કાળાબજારીઓને કાર્યવાહીની ચેતવણી આપી

હવે વાત કરીએ દેશમાં ખાતરની જરૂરિયાત સામે કેન્દ્ર સરકારે કરેલી વ્યવસ્થા પર તો નવેમ્બર માસમાં યુરિયા ખાતરની 41 લાખ મેટ્રીક ટનની માગ હતી, જેની સામે કેન્દ્ર સરકારે 76 લાખ મેટ્રિક ટન યુરિયાની વ્યવસ્થા કરી.

નવેમ્બરમાં DAPની 70 લાખ મેટ્રિક ટનની માગ હતી, જેની સામે કેન્દ્ર સરકારે 80 લાખ મેટ્રિક ટન DAPની વ્યવસ્થા કરી.

નવેમ્બરમાં NPKની 15 લાખ મેટ્રિક ટનની માગ હતી, જેની સામે કેન્દ્ર સરકારે 20 લાખ મેટ્રિક ટન NPKની વ્યવસ્થા કરી.

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે નવેમ્બરના ખાતરના ઉત્પાદનની અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ઉત્પાદન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની માંગ કરતાં વધી જશે. ખાતર મંત્રીએ કહ્યું કે 41 લાખ મેટ્રિક ટન યુરિયાની માંગ સામે 76 લાખ મેટ્રિક ટન યુરિયાનું ઉત્પાદન થશે. DAPની 17 લાખ મેટ્રિક ટનની માંગ સામે ઉત્પાદન 18 લાખ મેટ્રિક ટન થશે. તેમણે કહ્યું કે NPKની 15 લાખ મેટ્રિક ટનની માંગ સામે ઉત્પાદન 30 લાખ મેટ્રિક ટન થશે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશને રદ્દ કરતા બંગાળમાં ગ્રીન ફટાકડાને મંજુરી આપી

 

Next Video