દેશની એક મોટી ફાઈવ સ્ટાર હોટલને એક વેપારીએ લગાવ્યો ચૂનો, રૂપિયા 12 લાખનું બિલ ચૂકવ્યા વગર થઈ ગયો ફરાર

|

Aug 11, 2019 | 7:17 AM

હૈદરાબાદનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદની એક હોટેલમાં એક વ્યક્તિ 100 દિવસથી વધારે સમય સુધી રહ્યો અને કથિત રીતે 12.34 લાખ રૂપિયા બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો છે. પોલિસે કહ્યું કે તાજ બંજારા હોટલના સંચાલન દ્વારા દાખલ કરેલી એક ફરિયાદ પર કાર્યવાહી કરતા પોલિસે એ.શંકર નારાયણની વિરૂદ્ધ છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો કેસ […]

દેશની એક મોટી ફાઈવ સ્ટાર હોટલને એક વેપારીએ લગાવ્યો ચૂનો, રૂપિયા 12 લાખનું બિલ ચૂકવ્યા વગર થઈ ગયો ફરાર

Follow us on

હૈદરાબાદનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદની એક હોટેલમાં એક વ્યક્તિ 100 દિવસથી વધારે સમય સુધી રહ્યો અને કથિત રીતે 12.34 લાખ રૂપિયા બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો છે.

પોલિસે કહ્યું કે તાજ બંજારા હોટલના સંચાલન દ્વારા દાખલ કરેલી એક ફરિયાદ પર કાર્યવાહી કરતા પોલિસે એ.શંકર નારાયણની વિરૂદ્ધ છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો કેસ દાખલ કર્યો છે. જેને વિશાખાપટ્ટનમનો વેપારી કહેવામાં આવી રહ્યો છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હોટલ સંચાલક મુજબ વ્યક્તિ લક્ઝરી સ્યુટમાં 102 દિવસ સુધી રહ્યો. તેનું બિલ 25.96 લાખ રૂપિયા બન્યુ હતું. તેને 13.62 લાખ રૂપિયા ચૂકવ્યા અને આ વર્ષે એપ્રિલ મહિનામાં કોઈને જણાવ્યા વગર હોટલ છોડીને ચાલ્યો ગયો. ત્યારબાદ સંચાલકે તે વ્યક્તિને ફોન કર્યો. તેને કહ્યું કે તે તમામ પૈસાની ચૂકવણી કરી દેશે પણ ત્યારપછી તે વ્યક્તિએ ફોન બંધ કરી દીધો. ત્યારબાદ બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં હોટલ સંચાલકે FIR નોંધાવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પોલિસ સબ સબ ઇન્સપેક્ટર પી.રવિએ કહ્યું કે હોટલ સંચાલકની ફરિયાદ પર અમે FIR દાખલ કરી લીધી છે અને કેસની તપાસ શરૂ કરી દીધી છે. વેપારી નારાયણે કથિત રીતે દાવો કર્યો છે કે તે હોટલમાં પુરી ચૂકવણી કરીને આવ્યો હતો. તેને કથિત રીતે આરોપ લગાવ્યો કે તેની છાપ ખરાબ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેને કહ્યું કે તે હોટલની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પર વિચાર કરી રહ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:15 am, Sun, 11 August 19

Next Article