મુંબઈનો આ માથા ફરેલો શખ્સ કરવા જઈ રહ્યો છે પોતાના માતા-પિતા વિરુદ્ધ કેસ, કારણ જાણીને તમે બાળકો પેદા કરવાનું છોડી દેશો ! VIDEO

મુંબઈનો આ માથા ફરેલો શખ્સ કરવા જઈ રહ્યો છે પોતાના માતા-પિતા વિરુદ્ધ કેસ, કારણ જાણીને તમે બાળકો પેદા કરવાનું છોડી દેશો ! VIDEO

સામાન્ય રીતે સંતાનો પોતાના માતા-પિતાને આ સવાલ કરે છે કે તેઓ આખરે ક્યાંથી આવ્યા છે ? માતા-પિતા હસવા-મજાકમાં તેમની વાત ટાળી દે છે. માતા-પિતા નિર્દોષ બાળકોના આ સવાલનો જવાબ આપે છે કે તેઓ ભગવાનના ઘરેથી આવ્યા છે, પરંતુ કોઈ બાળક મોટું થઈને પુખ્ત વયે માતા-પિતાને કહે કે તેની મરજી વગર તેને કેમ જન્મ આપ્યો ? […]

TV9 Web Desk

|

Feb 05, 2019 | 10:07 AM

સામાન્ય રીતે સંતાનો પોતાના માતા-પિતાને આ સવાલ કરે છે કે તેઓ આખરે ક્યાંથી આવ્યા છે ? માતા-પિતા હસવા-મજાકમાં તેમની વાત ટાળી દે છે.

માતા-પિતા નિર્દોષ બાળકોના આ સવાલનો જવાબ આપે છે કે તેઓ ભગવાનના ઘરેથી આવ્યા છે, પરંતુ કોઈ બાળક મોટું થઈને પુખ્ત વયે માતા-પિતાને કહે કે તેની મરજી વગર તેને કેમ જન્મ આપ્યો ?

હકીકતમાં મુંબઈમાં રફાઇન સૅમ્યુઅલ નામનો એક શખ્સ પોતાના માતા-પિતા સામે તેની મરજી વિરુદ્ધ તેને જન્મ આપવા માટે કેસ કરવા જઈ રહ્યો છે.

સૅમ્લુયઅલનું માનવું છે કે માતા-પિતા પોતાની ખુશી માટે બાળકને જન્મ આપે છે. માતા-પિતાનું જીવન સારું રહ્યું, પણ બાળકને જન્મ આપી તેઓ તેને સ્કૂલ, કૅરિયર અને દુનિયાની ઝંઝટોમાં કેમ નાખે છે ? બાળકે તો નથી કહ્યું કે તેને પેદા કરો.

યૂટ્યુબ પર સૅમ્યુઅલના ઘણા વીડિયોઝ છે. સૅમ્યુઅલનું કહેવું છે કે ઉલ્ટાનું માતા-પિતાએ બાળકના દેવાદાર હોવા જોઇએ, કારણ કે બાળકોના કારણે તેમનું જીવન સમાજમાં સરળ થયું. તેમને કોઈને જવાબ નહીં આપવો પડે.

રફાઇલ સૅમ્યુઅલની આ વિચિત્ર વિચારસરણીનું ઘણા લોકો સમર્થન કરે છે અને તેની આ વિચારધારાનું નામ ANTI-NATALISM રાખવામાં આવ્યું છે.

Childfree India #StopMakingBabies The Voluntary Human Extinction Movement (VHEMT)

Anugraha Kumar Sharma यांनी वर पोस्ट केले शुक्रवार, १ फेब्रुवारी, २०१९

આવા લોકો પોતાની જાતને Voluntary Human Extinction Movement (VHEM) એક્ટિવિસ્ટ પણ કહે છે. આ લોકો ચાઇલ્ડ ફ્રી સમાજની સ્થાપના કરે છે એટલે કે પોતાની ઇચ્છાથી માનવતાનો અંત. રફાઇલે આ વિચાસરણીને લઈને એક ફેસબુક પેજ પણ બનાવ્યું છે કે જ્યાં તે તેનો પ્રચાર-પ્રસાર કરે છે.

છેડ્યું Stop Making Babies આંદોલન

આવી વિચાસરણી ધરાવતા લોકોએ Stop Making Babies નામનું એક આંદોલન છેડી દીધું છે. આને લઈને આ લોકો આગામી 10 ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં મહાસભા પણ કરવા જઈ રહ્યા છે. આ લોકોનું માનવું છે કે બાળક પેદા કરવા ઘણી કિસ્સાઓમાં માત્ર સામાજિક દબાણના કારણે જ યોગ્ય માનવામાં આવે છે. લોકોએ સમજવું જોઇએ કે બાળક પેદા કરવામાં માત્ર માતા-પિતાની જ નહીં, પણ બાળકની પણ સંમતિ હોવી જોઇએ.

[yop_poll id=1096]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati