પિતાએ સૂઈ રહેલા બે બાળકોનું ગળુ દબાવ્યું અને બે પત્નીઓ સાથે આઠમા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો

ગાઝીયાબાદના ઈંદિરાપુરમ વિસ્તારમાં પાંચ લોકોનાં મોતથી ચકચાર મચી છે. ઈંદિરાપુરમના વૈભવખંડમાં એક એપાર્ટમેન્ટના આઠમા માળેથી ત્રણ લોકોએ છલાંગ લગાવી દીધી હતી. છલાંગ લગાવવામાં એક પતિ અને તેની બે પત્નીઓ સામેલ હતી. તેમાં પતિ અને એક પત્નીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે, જ્યારે એક પત્નીને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.   Facebook પર તમામ મહત્વના […]

પિતાએ સૂઈ રહેલા બે બાળકોનું ગળુ દબાવ્યું અને બે પત્નીઓ સાથે આઠમા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો
| Updated on: Dec 03, 2019 | 7:49 AM

ગાઝીયાબાદના ઈંદિરાપુરમ વિસ્તારમાં પાંચ લોકોનાં મોતથી ચકચાર મચી છે. ઈંદિરાપુરમના વૈભવખંડમાં એક એપાર્ટમેન્ટના આઠમા માળેથી ત્રણ લોકોએ છલાંગ લગાવી દીધી હતી. છલાંગ લગાવવામાં એક પતિ અને તેની બે પત્નીઓ સામેલ હતી. તેમાં પતિ અને એક પત્નીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે, જ્યારે એક પત્નીને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બીજી તરફ ફ્લેટમાં બે બાળકોની લાશ મળી આવી છે. જાણકારો અનુસાર છલાંગ લગાવતાં પહેલાં પતિ-પત્નીએ ઘરમાં સુતા બે બાળકોનું ગળુ દબાવીને હત્યા કરી દીધી છે. ત્યારે પોલીસને ઘરની દિવાલ પર એક સુસાઇડ નોટ મળી છે. જેમાં આર્થિક તંગીની વાત લખવામાં આવી છે. આ સુસાઈટ નોટમાં રાકેશ વર્મા નામના શખ્સને જવાબદાર ગણવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો