લાઉડ સ્પીકર ઉપરની અજાનથી ઉડી ઉંધ, પગલા લેવા કહ્યુ જિલ્લા કલેકટરને

|

Mar 17, 2021 | 1:14 PM

રોજ સવારે સાડા પાંચ વાગે લાઉડસ્પીકર ઉપરથી અજાન બોલાતા, (Azaan on Loudspeaker) કુલપતિની ઊંધ ઉડી જાય છે. હવે રમઝાન મહિનો આવશે રમઝાન મહિનામાં રોજ ચાર વાગે શહેરીની જાહેરાત થશે. ત્યારે વધુ તકલીફ પડશે તેમ જિલ્લા કલેકટરને પત્ર લખીને યોગ્ય કરવા કહ્યુ છે.

લાઉડ સ્પીકર ઉપરની અજાનથી ઉડી ઉંધ, પગલા લેવા કહ્યુ જિલ્લા કલેકટરને

Follow us on

 

મસ્જિદ ઉપરથી પોકારવામાં આવતી અજાનને કારણે અલ્હાબાદ યુનિવર્સિટીના (Allahabad University) કુલપતિ હેરાન પરેશાન થઈ ગયા છે. રોજ સવારે સાડા પાંચ વાગે લાઉડસ્પીકર ઉપરથી અજાન બોલાતા, (Azaan on Loudspeaker) કુલપતિની ઊંધ ઉડી જાય છે. જેના કારણે અલ્હાબાદ યુનિવર્સિટીના કુલપતિ સંગીતા શ્રીવાસ્તવે, જિલ્લા કલેકટરને પત્ર લખીને જણાવ્યુ છે કે, અજાનને કારણે ઊંધ ઉડી જાય છે. અનેક પ્રયાસો કરવા છતા પછી ઉધ નથી આવતી. જેના કારણે દિવસભર માથામાં દુખાવો રહે છે. અને રોજબરોજનું કામકાજ પણ પ્રભાવિત થાય છે.

સંગીતા શ્રીવાસ્તવે જિલ્લા કલેકટરને સંબોધીને લખેલ પત્રમાં એવુ પણ કહ્યુ છે કે, તેઓ કોઈ ધર્મ, જાતિ, સંપ્રદાય કે વર્ગના વિરોધમાં નથી. અજાન લાઉડ સ્પીકર વિના પણ થઈ શકે છે. જેના કારણે અન્યોને કોઈ હેરાનગતિ ના થાય. અને તેમના રોજબરોજના કામ પણ પ્રભાવિત ના થાય. રમઝાનનો મહિનો આવનાર છે. શહરીની જાહેરાત સવારે 4 વાગે કરવામાં આવે છે. તો આ પ્રથા સૌ કોઈ માટે પ્રભાવિત થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અલ્હાબાદ હાઈકોર્ટનો ટાંક્યો ચૂકાદો
પત્રમાં એવુ પણ જણાવ્યુ છે કે, ભારતના બંધારણે તમામ વર્ગ માટે ધર્મનિરપેક્ષતા અને શાંતિપૂર્ણ માહોલનો ઉલ્લેખ કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશનો હવાલો આપતા લખી જણાવ્યુ છે કે, આ મુદ્દે તાકીદે કાર્યવાહી કરવામાં આવે. આના કારણે જે લોકો પ્રભાવિત થાય છે તેમની ઊધમાં ખેલલ નહી પડે. આ પહેલા જાણીતા ગાયક સોનુ નિગમે પણ લાઉડ સ્પીકર ઉપર કરવામાં આવતી અજાનથી તકલીફ પડતી હોવાનો મુદ્દો રજુ કર્યો હતો.

Next Article