
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની જીત અંગે મોટો દાવો કર્યો છે. શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર્ટીના કાઉન્ટિંગ એજન્ટોને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ભારે બહુમતી સાથે સત્તામાં વાપસી કરવા જઈ રહી છે. તેમણે એક્ઝિટ પોલના એ આંકડાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે, જેમાં ભાજપને લીડ બતાવવામાં આવી છે.
મમતા બેનર્જીએ એક્ઝિટ પોલના પરિણામોને “શેરબજારમાં હેરાફેરી” કરવાનું કાવતરું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “અમે જીતી રહ્યા છીએ અને 200થી વધુ બેઠકો જીતી રહ્યા છીએ. આ એક્ઝિટ પોલ બીજું કંઈ નથી પણ સ્ટોક માર્કેટને પ્રભાવિત કરવાનું એક સાધન છે. તેમણે વર્ષ 2021 અને વર્ષ 2024માં પણ આવું જ કર્યું હતું.”
West Bengal elections: Mamata Banerjee exudes confidence in TMC victory, says “winning by 200+ seats”
Read @ANI Story I https://t.co/vC0PtqtEPp#MamataBanerjee #TMC #WestBengalelections pic.twitter.com/pe9cek5snb
— ANI Digital (@ani_digital) May 2, 2026
મુખ્યમંત્રીએ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) પર TMC કાર્યકર્તાઓ સાથે નિર્દયતા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોતાના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા કહ્યું કે, “આગામી દિવસોમાં પાર્ટી તે લોકોને પુરસ્કૃત (Awarded) કરશે, જેમણે CAPFની ક્રૂરતાનો હિંમતપૂર્વક સામનો કર્યો છે.”
આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દક્ષિણ 24 પરગણા જિલ્લાની બે બેઠકો (ડાયમંડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમ) ના 15 બૂથ પર પુનઃમતદાન ચાલી રહ્યું છે. મગરાહાટ પશ્ચિમમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 72.5% મતદાન નોંધાયું હતું. ડાયમંડ હાર્બરમાં 72.36% મતદાન થયું હતું. સુરક્ષા માટે રેપિડ એક્શન ફોર્સ (RAF) તૈનાત કરવામાં આવી છે અને કોલકાતા ચૂંટણી કાર્યાલયથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
જ્યાં મમતા બેનર્જી 200+ નો દાવો કરી રહ્યા છે, ત્યાં મોટાભાગના ‘એક્ઝિટ પોલ’ ભાજપને બહુમતી મળતી બતાવી રહ્યા છે:
નોંધનીય છે કે, બંગાળ ચૂંટણીમાં આ વખતે રેકોર્ડ 92.93% મતદાન થયું છે. જો કે, અસલી ચિત્ર 4 મેના રોજ મતગણતરી બાદ સ્પષ્ટ થશે.