
છત્તીસગઢના નારાયણપુરમાં ડીઆરજી જવાનોએ નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી કરી છે. DRG જવાનોએ અબુઝમાડમાં ટોચના નક્સલી કમાન્ડરોને ઘેરી લીધા છે. નારાયણપુર, દાંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવના DRG સૈનિકો સ્થળ પર હાજર છે અને અહીં જિલ્લા સ્તરની ફોર્સ ટીમે ટોચના નક્સલી કમાન્ડરોને ચારેબાજુથી ઘેરી લીધા છે.
DRG સૈનિકોએ હાથ ધરેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં લગભગ 26 નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ સંખ્યા હજુ પણ વધી શકે છે. ડીઆરજી જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
સરકારે આ વિસ્તારોને નક્સલમુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આવી સ્થિતિમાં, અહીં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. સેના તરફથી મોટી કાર્યવાહી ચાલી રહી છે. આ ઓપરેશન દરમિયાન સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો.
ગૃહમંત્રી વિજય શર્માએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી છેલ્લા 50 કલાક કરતા પણ વધુ સમયથી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 26 નક્સલીઓ માર્યા ગયાના અહેવાલ છે. સૈનિકોના હથિયારોની તાકાતને કારણે નક્સલવાદીઓ સામે વધુ એક મોટી સફળતા મળી છે.
#WATCH | Rajnandgaon | On 26 naxals killed in ongoing operation in Narayanpur, Chhattisgarh Speaker Dr Raman Singh says, “I congratulate Chhattisgarh Police on their success for this big operation. No police personnel were harmed in this operation except for one injury. I also… pic.twitter.com/skoVDpbyW1
— ANI (@ANI) May 21, 2025
વિજય શર્માએ વધુમાં કહ્યું કે, આ વિસ્તારમાં સંતાયેલા નકસલીઓની શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ છે. તપાસ દરમિયાન કેટલાક વધુ મૃતદેહો મળી આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. એક સૈનિક ઘાયલ થયો છે પરંતુ તે ખતરાથી બહાર છે. જ્યારે એક સૈન્ય જવાન શહીદ થયો છે. આ એન્કાઉન્ટરમાં નક્સલી નેતા રાજુ માર્યો ગયો હોવાના પણ સમાચાર છે, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું.
દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.
Published On - 2:23 pm, Wed, 21 May 25