ગલવાન ઘાટીમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને મહાવીર ચક્ર પુરસ્કાર

|

Jan 26, 2021 | 10:38 AM

15 જૂને ચીની સૈનિકોએ પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ઘર્ષણમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા.

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને મહાવીર ચક્ર પુરસ્કાર
સંતોષ બાબુને મહાવીર ચક્ર પુરસ્કાર

Follow us on

લદ્દાખના ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં શહીદ થયેલ કર્નલ સંતોષ બાબુને મહાવીર ચક્રથી સન્માનિત. મહાવીર ચક્ર ભારતનો બીજો સૌથી મોટો શૌર્ય એવોર્ડ છે. જણાવી દઈએ કે 15 જૂને ચીની સૈનિકોએ પૂર્વી લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા અને ચીનને પણ ભારે નુકસાન થયું હતું. જોકે ચીને સૈનિકોની સંખ્યા જાહેર કરી નહોતી. આ ઘર્ષણમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા.

ગલવાન ઘાટીમાં ચીની સૈન્ય સાથેની હિંસક અથડામણમાં શહીદ થયેલા કર્નલ બી. સંતોષ બાબુ ચીની પક્ષ સાથે થતી વાટાઘાટોનું નેતૃત્વ કરી રહ્યા હતા. પરંતુ મોડી રાતે થયેલી હિંસામાં તેઓ શહીદ થયા હતા. મૂળ તેલંગણાના સૂર્યપત જિલ્લાના રહેવાસી કર્નલ સંતોષ બાબુ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર પણ હતા. આ અગાઉ તણાવ ઓછો કરવા માટે તેમણે અનેક બેઠકોનું નેતૃત્વ પણ કર્યું હતું.

સેનાથી જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે જ્યારે ચીની સૈન્ય શેડ્યુલ મુજબ પાછી ના ગઈ, ત્યારે કર્નલ બાબુ તે રાત્રે ખુદ ચીની સૈન્ય સાથે વાત કરવા ગયા હતા. અને ત્યારે તેને ચીની સૈન્ય તરફથી હાથાપાઈ કરામાં આવો જેનો જવાબ ભારતીય સૈનિકોએ પણ આપ્યો. આને કારણે બંને વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અને પથ્થરો અને ડંડાઓની લડાઈ શરુ થઇ ગઈ. બંને પક્ષે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આ સમયે નાયબ સુબેદાર નૂડુરામ સોરેન, હવાલદાર કે પીલાની, હવાલદાર તેજેન્દ્ર સિંઘ, નાયક દિપક સિંહ અને સિપાહી ગુરતેજ સિંઘને ગલવાન ઘાટી માટે વીરતા પદક એનાયત કરવામાં આવ્યા છે. ત્યારે મે 2020 માં જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથેના ઘર્ષણમાં જીવ ગુમાવનાર મેજર અનુજ સૂદને મરણોત્તર શૌર્ય ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા છે. 4 એપ્રિલ, 2020 ના રોજ જમ્મુ-કાશ્મીરમાં એક ઓપરેશનમાં આતંકવાદીઓને મારનાર અને બે અન્ય લોકોને ઈજા પહોંચાડનાર શહીદ સુબેદાર સંજીવ કુમારને મરણોત્તર કીર્તિ ચક્રથી નવાજવામાં આવ્યા છે.

Next Article