Mahapanchayat in Haryana : હરિયાણામાં મહાપંચાયતે 29 ગામના લોકો સાથે ખેડૂત આંદોલનનો કર્યો વિરોધ

|

Jun 20, 2021 | 6:16 PM

Mahapanchayat in Haryana : મહાપંચાયતમાં દિલ્હીના 12 અને હરિયાણાના 15 ગામોના લોકો શામેલ છે. આ મહાપંચાયતમાં ત્રણ માંગણીઓ કરવામાં આવી હતી.

Mahapanchayat in Haryana : હરિયાણામાં મહાપંચાયતે 29 ગામના લોકો સાથે ખેડૂત આંદોલનનો કર્યો વિરોધ
FILE PHOTO : FARMER'S PROTEST

Follow us on

Mahapanchayat in Haryana : દિલ્હીની સીમા પર કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો  વિરૂધ્ધ દિલ્હીના ગ્રામ્ય વિસ્તાર અને હરિયાણાના ગામોના ખેડૂતોએ એકત્રીત કરવાનું શરૂ કર્યું છે. રવિવારે દિલ્હી સહિત હરિયાણાને અડીને આવેલા ડઝનબંધ ગામોના ખેડૂતોએ ખેડૂત આંદોલન (farmers protest) સામે મહાપંચાયત કરી હતી.

મહાપંચાયતે ખેડૂત આંદોલનનો વિરોધ કર્યો
લગભગ સાત મહિનાથી દિલ્હી સરહદ પર ધરણા કરી રહેલા ખેડૂતો સામે હવે ધીમે ધીમે અવાજ ઉઠી રહ્યો છે. હરિયાણાના શેરશાહ ગામમાં આજે 36 બિરાદરોની મહાપંચાયત (Mahapanchayat in Haryana) યોજાઇ. આ મહાપંચાયત ખેડૂત આંદોલનના વિરોધમાં યોજાઇ રહી છે. મહાપંચાયતમાં દિલ્હીના 12 અને હરિયાણાના 15 ગામોના લોકો શામેલ છે. શેરશાહ ગામ એ હરિયાણામાં સિંઘુ સરહદને અડીને આવેલું એક ગામ છે.આ મહાપંચાયતમાં ત્રણ માંગણીઓ કરવામાં આવી હતી.

બેરીકેટ હટાવવામાં આવે
હરિયાણામાં યોજાયેલી મહાપંચાયત (Mahapanchayat in Haryana) દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે સીમા પર ખેડૂતોના અંદોલનથી હિંસામાં સતત વધારો થયો છે, છૂટાછવાયા બનાવોને બાદ કરતા, ઘણી વખત આજુબાજુના લોકો સાથે ઝઘડા થયા હોવાનું જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે હિંસા તાત્કાલિક બંધ થવી જોઈએ અને બેરીકેટ દૂર કરવા જોઈએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કામ-ધંધા ઠપ્પ થવાનો આરોપ
હરિયાણામાં યોજાયેલી આ મહાપંચાયત (Mahapanchayat in Haryana) ના સંગઠન સાથે સંકળાયેલા સંદીપે જણાવ્યું હતું કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો લગભગ 7 મહિનાથી નેશનલ હાઈવે બ્લોક કરીને બેઠા છે. આને કારણે ગામના લોકો સિવાય સરહદી માર્ગો પર દુકાનદારો, આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારના ફેક્ટરી માલિકો અને અન્ય ધંધા સાથે સંકળાયેલા લોકોના કામ-ધંધા ઠપ્પ થઇ ગયા છે. કોરોનાના પ્રથમ લોકડાઉન પછી, લોકો તેમના રોજગારના સ્થળ પર જવાલાગ્યા હતા ત્યાં જ ખેડૂતોએ ત્યાં પડાવ નાખી દીધો હતો.

નેશનલ હાઇવેનો એક ભાગ ખોલવાની માંગ
ખેડૂત આંદોલન (Farmers Protest) કરી રહેલા ખેડૂતો કહી ચુક્યા છે કે તેઓ આંદોલન ચાલુ રાખશે. મહાપંચાયતે માંગ છે કે ભેલ ખેડૂતોનું અંદોલન શરૂ રહે, પણ નેશનલ હાઈવેનો એક ભાગ ખોલવામાં આવે. આંદોલન સામે કયા પગલા ભરવા જોઈએ તે અંગે રવિવારની પંચાયત પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

ખેડૂત આંદોલનની આડમાં ગુનાઓ
હકીકતમાં આ ગ્રામજનો ખેડૂત આંદોલન (Farmers  Protest) ની આડમાં કરવામાં આવતા ગુનાહિત કૃત્યોથી રોષે ભરાયા છે. છેલ્લા સાત મહિનાથી ખેડૂતો દિલ્હીની સરહદ પર વિરોધ કરી રહ્યા છે, આ દરમિયાન ટીક્રી બોર્ડર પર એક વ્યક્તિને જીવતો સળગાવી દેવા અને એક યુવતી પર બળાત્કાર કરવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.

Next Article