મહાકાલેશ્વર જ્યાતિર્લિંગનાં ધોવાણ મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, માત્ર શુદ્ધ દુધ જ શિવલિંગ પર ચઢાવવામાં આવે

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનાં ધોવાણ મુદ્દે 2017થી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, આજ મુદ્દે એક અરજી દાખલ થયા બાદ સુપ્રીમ કોર્ટે તજજ્ઞોની એક સમિતિની રચના કરીને મંદિરનું નિરિક્ષણ કરાવવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટથી ગર્ભગૃહમાં પ્રવેશ રોકવાની માગ પર સોમવારે સુનાવણી થવાની હતી, જસ્ટીસ અરૂણ મિશ્રાએ કહ્યું કે મંદિર પ્રબંધન સમિતિને ઉજ્જેનનાં મહાકાલેશ્વર મંદિરમાં શિવલિંગનું રક્ષણ કરવાના […]

મહાકાલેશ્વર જ્યાતિર્લિંગનાં ધોવાણ મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, માત્ર શુદ્ધ દુધ જ શિવલિંગ પર ચઢાવવામાં આવે
https://tv9gujarati.in/mahakaleshwar-jy…hadavvama-aavshe/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:00 PM

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનાં ધોવાણ મુદ્દે 2017થી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, આજ મુદ્દે એક અરજી દાખલ થયા બાદ સુપ્રીમ કોર્ટે તજજ્ઞોની એક સમિતિની રચના કરીને મંદિરનું નિરિક્ષણ કરાવવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટથી ગર્ભગૃહમાં પ્રવેશ રોકવાની માગ પર સોમવારે સુનાવણી થવાની હતી, જસ્ટીસ અરૂણ મિશ્રાએ કહ્યું કે મંદિર પ્રબંધન સમિતિને ઉજ્જેનનાં મહાકાલેશ્વર મંદિરમાં શિવલિંગનું રક્ષણ કરવાના પણ નિર્દેશ આપ્યા કેમકે આ શિવલિંગનું ધોવાણ થઈ રહ્યું છે.

જસ્ટીસ અરૂણ મિશ્રાએ ફેંસલો સંભળાવ્યા બાદ કહ્યું કે શિવની કૃપાથી આ ફેંસલો પણ થઈ ગયો છે. જણાવી દઈએ કે જસ્ટીસ અરૂણ મિશ્રા આવતીકાલે રીટાયર થઈ રહ્યા છે અને તેમણે સંભળાવેલો નિર્ણય પણ આખરી જ હતો અને તેમણે શિવલિંગનાં ધોવાણને અટકાવવા માટે દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે.

શિવલિંગ જાળવણી માટેનાં વિવિધ દિશા નિર્દેશો

શિવલિંગને કોઈ પણ રીતે ઘસવામાં નહી આવે

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોઈ પણ ભક્તને શિવલિંગ ઘસવા દેવામાં નહી આવે

દહી, ઘી અને મધને શિવલિંગ પર ઘસવાનું બંધ કરી દેવામાં આવે, માત્ર શુદ્ધ દુધ જ શિવલિંગ પર ચઢાવવામાં આવે

અગર પુજારી કે પુરોહિત દ્વારા કોઈ ઉલ્લંઘનની ઘટના બને છે તો મંદિર સમિતિ તેની સામે કાર્યવાહી કરી શકશે

મંદિર સમિતિ પોતાનાં વાસણ અને શુદ્ધ પાણી અને શુદ્ધ દુધ ઉપલબ્ધ કરાવશે.

2017થી ચાલી રહ્યો હતો કોર્ટમાં મામલો

જણાવી દઈએ કે મહાકાલેશ્વર જ્યાતિર્લિગ ધોવાણનો મામલો 2017માં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો, એક અરજી દાખલ થયા બાદ તજજ્ઞો દ્વારા મંદિરનું નિરિક્ષણ કરાવવામાં આવ્યું હતું જે પછી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનાં ધોવાણને રોકવા માટે કરવામાં આવેલા ઉપાય સુપ્રીમ કોર્ટમાં મહાકાલ મંદિર સમિતિ દ્વારા મુકવામાં આવ્યા હતા. અરજીકર્તાનાં વકીલે મંદિર સમિતિની રિપોર્ટ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જ્યોતિર્લિંગનાં ધોવાણને રોકવા માટે કોઈ નક્કર પગલા નથી લીધા, એ દરમિયાન અરજીકર્તા દ્વારા મંદિરનાં ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓનાં પ્રવેશને પણ પુરી રીતે પ્રતિબંધિત કરી દેવાની માગ મુકી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">