AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhya Pradesh News: જબલપુરમાં 7 સ્થળ પર 200 પોલીસકર્મીઓ, 1 ડઝન IPS અધિકારીઓ સાથે NIAના દરોડા

NIAએ જે વિસ્તારમાં દરોડા પાડ્યા છે તે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. NIAની ટીમે સર્ચ વોરંટથી આ દરોડા પાડ્યા છે. ઓમાટીમાં એક ડૉક્ટર સહિત શહેરમાં અન્ય છ સ્થળોએ પણ દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે

Madhya Pradesh News: જબલપુરમાં 7 સ્થળ પર 200 પોલીસકર્મીઓ, 1 ડઝન IPS અધિકારીઓ સાથે NIAના દરોડા
NIA raids with 200 policemen, 1 dozen IPS officers at 7 places in Jabalpur
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 8:44 AM
Share

જબલપુર: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ આજે ​​એટલે કે શનિવારે સવારે મધ્યપ્રદેશના જબલપુરમાં સાત સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAના અધિકારીઓએ બાડી ઓમતી સ્થિત એડવોકેટ એ. ઉસ્માનીના ઘરે પણ દરોડા પાડ્યા છે. આજે સવારે દિલ્હી અને ભોપાલના લગભગ એક ડઝન આઈપીએસ અધિકારીઓ અને 200 પોલીસકર્મીઓની ટીમ એ. ઉસ્માનીના ઘરે પહોંચી હતી. ટીમ આવતાની સાથે જ ઘરની આસપાસના વિસ્તારોને ઘેરી લીધા હતા. વિદેશી ફંડિંગ સાથે જોડાયેલો મામલો જણાવવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ ઉસ્માનીના ઘરના કેટલાક સભ્યોની અટકાયત કરવામાં આવી છે. NIAએ જે વિસ્તારમાં દરોડા પાડ્યા છે તે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. NIAની ટીમે સર્ચ વોરંટથી આ દરોડા પાડ્યા છે. ઓમાટીમાં એક ડૉક્ટર સહિત શહેરમાં અન્ય છ સ્થળોએ પણ દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. એડવોકેટ એ. ઉસ્માનીના ઘરની નજીક મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.

ઉસ્માનીના પરિવાર સાથે પૂછપરછ ચાલુ છે

પોલીસ અધિકારીઓએ ઉસ્માનીના ઘરની આસપાસના રસ્તાઓને સંપૂર્ણ રીતે સીલ કરી દીધા છે. દિલ્હીના અધિકારીઓની ટીમ ઉસ્માનીના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. જાણકારી અનુસાર NIAની ટીમે જબલપુરના ખાન ક્લાસીસ અને મકસૂદ કબાડી પર પણ દરોડા પાડ્યા છે. આ દરોડાના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે.

ઉસ્માનીના ઘરના રૂમમાં તપાસ કરતી ટીમ

જણાવવામાં આવી રહ્યું છે કે એનઆઈએના અધિકારીઓ ઉસ્માનીના ઘરના રૂમની તપાસ કરી રહ્યા છે. તેમની પાસે કેટલાક દસ્તાવેજો પણ છે. જો કે, તે દસ્તાવેજોમાં શું છે, તેની માહિતી હજુ સામે આવી નથી. NIAને ઘરના તમામ સભ્યોના મોબાઈલ એક જગ્યાએ જમા કરાવ્યા છે. તેમજ કોઈપણ સભ્યને ઘરની બહાર જવાની પરવાનગી નથી. NIA અધિકારીઓએ હજુ સુધી આ દરોડા અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">