વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે આકાશવાણી (Akashvani) પરથી મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમમાં લોકો સાથે પોતાના વિચારો શેયર કરશે. સવારે 11 વાગ્યે રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં પીએમ દેશ-વિદેશના લોકો સાથે વાત કરશે અને પોતાના વિચારો જણાવશે. આ માસિક રેડિયો પ્રોગ્રામનો આ 88મો એપિસોડ હશે, જે ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના તમામ નેટવર્ક્સ પર પ્રસારિત થશે. મન કી બાત કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન સિવાય વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. આ કાર્યક્રમનું ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન સમાચાર, વડાપ્રધાન કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે.
થોડા દિવસો પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને મન કી બાતની પાછલી આવૃત્તિ પર આધારિત એક મેગેઝિન શેયર કર્યું હતું. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘ગયા મહિનાની મન કી બાત પર આ એક રસપ્રદ મેગેઝિન છે, જેમાં અમે ભારતની નિકાસ વધારવા, આયુર્વેદ સ્ટાર્ટઅપ્સ, જળ સંરક્ષણ અને પરંપરાગત મેળાઓ જેવા ઘણા વિષયો પર ચર્ચા કરી હતી. 24મી એપ્રિલે આગામી આવૃત્તિમાં જોડાઓ.
Tune in at 11 AM. #MannKiBaat pic.twitter.com/z7q37hlB3C
— Narendra Modi (@narendramodi) April 24, 2022
પીએમ મોદી રવિવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. તેઓ અહીં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં પણ ભાગ લેશે. આ દરમિયાન તેઓ દેશની તમામ ગ્રામસભાઓને સંબોધિત કરશે. તેઓ સાંબા જિલ્લાની પલ્લી પંચાયતની પણ મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન મોદી શિલાન્યાસ કરશે અને લગભગ 20 હજાર કરોડ રૂપિયાના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન મોદી 3,100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર બનિહાલ-કાઝીગુંડ રોડ ટનલનું પણ ઉદ્ઘાટન કરશે. આ લગભગ 9 કિલોમીટર લાંબી ટનલ શરૂ થવાથી બનિહાલ અને કાઝીગુંડ વચ્ચેની 16 કિલોમીટરની મુસાફરી લગભગ દોઢ કલાકમાં પૂર્ણ થશે. મોદી 7,500 કરોડ રૂપિયાના ખર્ચાવાળા દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ પણ કરશે. તે અમૃત સરોવરની પણ શરૂઆત કરશે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 9:30 am, Sun, 24 April 22