Ludhiana Court Blast: કોર્ટ સંકુલ બ્લાસ્ટમાં પાકિસ્તાન સમર્થિત ખાલિસ્તાની જૂથોનો હાથ, ગુપ્તચર એજન્સીઓનો દાવો !

|

Dec 24, 2021 | 4:58 PM

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ તેમના ગ્રાઉન્ડ વર્કર્સને પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સૂચના આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્ય પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં આવા ઘણા વધુ પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે.

Ludhiana Court Blast: કોર્ટ સંકુલ બ્લાસ્ટમાં પાકિસ્તાન સમર્થિત ખાલિસ્તાની જૂથોનો હાથ, ગુપ્તચર એજન્સીઓનો દાવો !
Ludhiana Court Blast Case

Follow us on

પંજાબની (Punjab) લુધિયાણા જિલ્લા અદાલતમાં (Ludhiana Court Blast) ગુરુવારે ખાલિસ્તાન તરફી જૂથોની સંડોવણી સામે આવી છે. ગુપ્તચર એજન્સીઓને એવી મજબૂત માહિતી મળી છે કે આ વિસ્ફોટમાં પાકિસ્તાનની (Pakistan) ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) દ્વારા સમર્થિત ખાલિસ્તાની જૂથ સામેલ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ તેમના ગ્રાઉન્ડ વર્કર્સને પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સૂચના આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્ય પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં આવા ઘણા વધુ પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે.

લુધિયાણાના જિલ્લા કોર્ટ પરિસરમાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 6 અન્ય ઘાયલ થયા હતા. આ પછી પંજાબ સરકારે રાજ્યભરમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક પત્રમાં પંજાબ સરકારને ઘટનાની વિગતો આપતાં વહેલામાં વહેલી તકે રિપોર્ટ મોકલવા જણાવ્યું છે. પોલીસે જણાવ્યું કે કોર્ટ પરિસરના બીજા માળે આવેલા ટોયલેટમાં વિસ્ફોટ થયો હતો, તે સમયે કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, અમને સ્થાનિક ગેંગ વિશે ચોક્કસ માહિતી મળી છે જેમને ખાલિસ્તાન (Khalistan) ચળવળને પુનર્જીવિત કરવા માટે રાખવામાં આવ્યા હતા. તેમને પાકિસ્તાનની ISIનું સમર્થન છે. અમે સ્થાનિક પોલીસ સાથે ઈનપુટ શેર કર્યા છે અને જેઓ જામીન પર બહાર છે અથવા ફરાર છે તેમની યાદી તૈયાર કરવા માટે સમગ્ર રાજ્યમાં ઓપરેશન હાથ ધરવામાં આવશે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

તેમણે કહ્યું કે નવેમ્બરમાં પઠાણકોટ આર્મી કેન્ટના ગેટ પાસે થયેલો ગ્રેનેડ વિસ્ફોટ પણ સ્થાનિક ગુનેગારો દ્વારા કરવામાં આવેલો આતંકવાદી હુમલો હતો. તેમણે કહ્યું, આ વર્ષે પંજાબની નજીક 42 ડ્રોન જોવા મળ્યા હતા. પાકિસ્તાન દ્વારા ડ્રોન દ્વારા વિસ્ફોટકો અને નાના હથિયારો ફેંકીને રાજ્યમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સીએમએ ગુપ્તચર નિષ્ફળતાની શક્યતાને નકારી કાઢી
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શુક્રવારે કહ્યું કે તેમની સરકારે લુધિયાણા કોર્ટ સંકુલ બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ કરવા અને તેના કારણો શોધવા માટે કેન્દ્ર સરકારની મદદ માંગી છે. વિસ્ફોટના પગલે ગુપ્તચર તંત્રની નિષ્ફળતાની આશંકાઓને નકારી કાઢતા મુખ્યમંત્રીએ કહ્યું, એવું કંઈ નથી અમે સંપૂર્ણ એલર્ટ પર છીએ. ચન્નીએ ગુરુવારે આશંકા વ્યક્ત કરી હતી કે વિસ્ફોટ રાજ્યમાં અરાજકતા પેદા કરવાનો પ્રયાસ હોઈ શકે છે, જ્યાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે.

 

આ પણ વાંચો : અલ્હાબાદ હાઈકોર્ટની ચૂંટણી સ્થગિત કરવાની અપીલ પર અનુરાગ ઠાકુરે કહ્યું- ચૂંટણી ક્યારે થશે, તે ચૂંટણી પંચ નક્કી કરશે

આ પણ વાંચો : Omicron ના વધતા કેસ વચ્ચે હવે Delmicron નો ખતરો, જાણો તેની સાથે જોડાયેલી મહત્વની વાતો

Next Article