Army Chief : લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે (Lieutenant General Manoj Pande)ની આર્મી ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આર્મી ચીફ તરીકે નિયુક્ત થનાર તેઓ પ્રથમ એન્જિનિયર (Engineer) છે.તેઓ આર્મી સ્ટાફના 29માં વડા તરીકે કાર્યભાર સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે આર્મી ચીફ તરીકે કાર્યભાર સંભાળનાર કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ(Engineer)ના પ્રથમ અધિકારી હશે. તેઓ જનરલ મનોજ મુકુંદ નરવણે(General Manoj Mukund Naravane)નું સ્થાન લેશે. જનરલ મનોજ મુકુંદ નરવણેનો 28 મહિનાનો કાર્યકાળ 30 એપ્રિલે પૂરો થઈ રહ્યો છે.
સંરક્ષણ મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી કે, સરકારે લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેની આગામી આર્મી સ્ટાફ તરીકે નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. લેફ્ટનન્ટ જનરલ પાંડે નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને ડિસેમ્બર 1982માં કોર્પ્સ ઓફ એન્જિનિયર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પલ્લનવાલા સેક્ટરમાં ઓપરેશન પરાક્રમ દરમિયાન એન્જિનિયર રેજિમેન્ટ તરીકે કમાન સંભાળી હતી.
Lt Gen Manoj Pande becomes first engineer to be appointed as Army Chief pic.twitter.com/lHh5vWBW2G
— ANI (@ANI) April 18, 2022
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2001માં સંસદ પર આતંકવાદી હુમલા બાદ ઓપરેશન પરાક્રમ શરૂ કરવામાં આવ્યું હતું. 39 વર્ષની લશ્કરી કારકિર્દીમાં ઘણી જવાબદારીઓ સંભાળી હતી.જનરલ પાંડેએ ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સાથે જ તમને જણાવી દઈએ કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ ખાલી છે. આ પદ માટે જનરલ નરવણેનું નામ મોખરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર નરવણે જ દેશના બીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બની શકે છે. જો કે, હાલ આ અંગે શંકા યથાવત છે. ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. ત્યારથી આ પોસ્ટ ખાલી પડી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો :
આ પણ વાંચો :
Published On - 6:22 pm, Mon, 18 April 22