Loksabha Election 2024: મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ભાજપની સાથે આવ્યા આ પક્ષ

|

Jul 16, 2023 | 4:47 PM

Loksabhha Election 2024: NDAમાં 24 પક્ષો છે અને 5 પક્ષો તાજેતરમાં જોડાવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ 29 પક્ષો 18 જુલાઈએ યોજાનારી એનડીએની બેઠકમાં જોવા મળશે.

Loksabha Election 2024: મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ભાજપની સાથે આવ્યા આ પક્ષ

Follow us on

Lok Sabha Election: આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) NDAનો પરિવાર વધારવાની કવાયતમાં લાગેલી છે. આ માટે રાજ્યોની નાની પાર્ટીઓને સાથે લાવવાની વાત ચાલી રહી છે. જેથી એનડીએના ખાતામાં વધુને વધુ સીટો આવી શકે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનો ઉદ્દેશ્ય છે.

NDAમાં 24 પક્ષો છે અને 5 પક્ષો તાજેતરમાં જોડાવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ 29 પક્ષો 18 જુલાઈએ યોજાનારી એનડીએની બેઠકમાં જોવા મળશે.

આ પણ વાંચો: દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર, 3 દિવસ બાદ યમુના બેંક મેટ્રો સ્ટેશનના દરવાજા ખુલ્યા, પૂરને કારણે કરાયા હતા બંધ

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

NDAમાં હાલમાં 24 પક્ષો

1. BJP (ભારતીય જનતા પાર્ટી) 2. AIADMK (ઑલ ઈન્ડિયા અન્ના DMK) 3. શિવસેના (એકનાથ શિંદે જૂથ) 4. NPP (નેશનલ પીપલ્સ પાર્ટી મેઘાલય) 5. NDPP (નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી) 6. SKM (સિક્કિમ ક્રાંતિકારી) મોરચા) ) 7. જેજેપી (જનનાયક જનતા પાર્ટી) 8. IMKMK (ઇન્ડિયા મક્કલ કાલવી મુનેત્ર કઝગમ) 9. AJSU (ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન) 10. RPI (રિપબ્લિક પાર્ટી ઑફ ઈન્ડિયા) 11. MNF (મિઝો નેશનલ ફ્રન્ટ) 12. TMC (તમિલ મનીલા કોંગ્રેસ) 13. ITFT (ત્રિપુરા) 14. BPP (બોડો પીપલ્સ પાર્ટી) 15. PMK (પાટીલ મક્કલ કાચી) 16. MGP (મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી) 17. અપના દળ (સોનેલાલ) 18. AGP (આસામ ગણા પરીષ) 19. રાષ્ટ્રીય લોક જન શક્તિ પાર્ટી (પારસ) 20. નિષાદ પાર્ટી 21. UPPL (યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ આસામ) 22. ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસ પુડુચેરી 23. શિરોમણી અકાલી દળ સંયુક્ત (ઢીંડસા) 24. જનસેના (પવન કલ્યાણ)

આ નવા પક્ષો જોડાયા

  1. 1. NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજિત પવાર જૂથ)
  2. 2. લોકજન શક્તિ પાર્ટી (રામ વિલાસ પાસવાન)
  3. 3. HAM (હિન્દુસ્તાની અવમ મોરચા જીતન)
  4. 4. RLSP (રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી ઉપેન્દ્ર કુશવાહા)
  5. 5. SBSP (સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી ઓમ પ્રકાશ રાજભર)

મોદી સરકારના બીજા કાર્યકાળમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે

મોદી સરકારના બીજા કાર્યકાળમાં આ પ્રથમ વખત છે કે જ્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળનું શિવસેના જૂથ, શિરોમણી અકાલી દળ (એસએડી), જનતા દળ (યુ) સહિત ઘણા જૂના સાથી પક્ષો સાથે ભાજપ અલગ થયા પછી એનડીએની બેઠક યોજાઈ રહી છે. તાજેતરના ભૂતકાળમાં ભાજપે દિવંગત દલિત નેતા રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનને પણ મિત્રતાનો હાથ લંબાવવાનો પ્રયાસ કર્યો છે. ચિરાગ 2020ની બિહાર ચૂંટણીમાં નીતિશ કુમાર વિરુદ્ધ પ્રચાર કરવા માટે NDAથી અલગ થઈ ગયો હતો.

શિરોમણી અકાલી દળ (એસએડી) અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) પણ એનડીએમાં પાછા ફરવાની અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ આ બંને પક્ષો તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article