મોદી લહેરની અસર: 11 ચૂંટણી જીતનારા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પહેલીવાર હારનો સ્વાદ ચાખ્યો

|

May 24, 2019 | 6:32 AM

લોકસભા ચૂંટણીના પરિણામે કોંગ્રેસને એક મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ચૂંટણીના પરિણામોની સફળતાને લોકસભામાં પણ જોવા માટે બેઠી હતી પણ પરિણામ આવ્યા તો બધો જ વિશ્વાસ તુટી ગયો. પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક પણ સીટ જીતી શકી નથી. ચૂંટણી હારવામાં કોંગ્રેસના 8 મુખ્યમંત્રી અને લોકસભાના પાર્ટીના નેતા સામેલ […]

મોદી લહેરની અસર: 11 ચૂંટણી જીતનારા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પહેલીવાર હારનો સ્વાદ ચાખ્યો

Follow us on

લોકસભા ચૂંટણીના પરિણામે કોંગ્રેસને એક મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ચૂંટણીના પરિણામોની સફળતાને લોકસભામાં પણ જોવા માટે બેઠી હતી પણ પરિણામ આવ્યા તો બધો જ વિશ્વાસ તુટી ગયો.

પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક પણ સીટ જીતી શકી નથી. ચૂંટણી હારવામાં કોંગ્રેસના 8 મુખ્યમંત્રી અને લોકસભાના પાર્ટીના નેતા સામેલ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેને આ ચૂંટણીએ પ્રથમ વખત હારનો સ્વાદ ચખાડ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

TV9 Gujarati

 

મલ્લિકાર્જુન ખડગે અત્યાર સુધી અજય રહ્યાં છે. વર્ષો સુધીના રાજકીય જીવનમાં પહેલીવાર ચૂંટણીમાં પરાજય થયો છે. 2014ની મોદી લહેરમાં પણ ખડગે ગુલબર્ગાથી જીત્યા હતા. ખડગે UPA સરકારમાં 2 મંત્રાલય સંભાળી ચૂક્યા છે. ગુલબર્ગા લોકસભા સીટ પર ભાજપના ઉમેશ જાધવે ખડગેને 95,452 મતોથી હરાવ્યા છે. ભાજપના ઉમેદવાર જાધવ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને લોકસભા ચૂંટણી લડવા માટે પાર્ટી છોડીને ભાજપમાં આવ્યા હતા.

9 વખત ધારાસભ્ય અને 2 વખત સાંસદ રહી ચૂકેલા ખડગે સિવાય ઘણાં કોંગ્રેસના દિગ્ગજો આ ચૂંટણીમાં પોતાની સાખ બચાવી શક્યા નથી. પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં ઘણાં પૂર્વ મુખ્યમંત્રીઓને મેદાનમાં ઉર્તાયા હતા અને તે બધા જ ચૂંટણી હારી ગયા છે.

આ પણ વાંચો: 20 ટકાથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતી 45 સીટો પર ભાજપે કર્યો કબ્જો

તેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત ઉત્તર પૂર્વ દિલ્હીથી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ ભોપાલથી, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત નૈનીતાલથી, મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા તુરાથી, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સોનીપતથી અને વિરપ્પા મોઈલી કર્ણાટકમાં ચિકબલ્લૂરથી ચૂંટણી હારી ગયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article