વડાપ્રધાને વારાણસીમાં ભર્યુ ઉમેદવારી પત્ર, આટલા કરોડની મિલકતના છે માલિક

|

Apr 27, 2019 | 2:44 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં તેમનું ઉમેદવારી પત્ર ભર્યુ છે. વારાણસીમાં છેલ્લા તબક્કામાં 19 મેના રોજ મતદાન થવાનું છે. વડાપ્રધાને ચૂંટણી પંચને આપેલા ઉમેદવારી પત્રમાં તેમની કુલ સંપતિ 2.5 કરોડ રૂપિયા બતાવી છે. વડાપ્રધાનની સંપતિમાં ગાંધીનગરમાં એક પ્લોટ, 1.27 કરોડની ફિકસ ડીપોઝીટ અને 38,750 રૂપિયા રોકડા સામેલ છે. TV9 Gujarati Web Stories View more પરશુરામના એ […]

વડાપ્રધાને વારાણસીમાં ભર્યુ ઉમેદવારી પત્ર, આટલા કરોડની મિલકતના છે માલિક

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં તેમનું ઉમેદવારી પત્ર ભર્યુ છે. વારાણસીમાં છેલ્લા તબક્કામાં 19 મેના રોજ મતદાન થવાનું છે.

વડાપ્રધાને ચૂંટણી પંચને આપેલા ઉમેદવારી પત્રમાં તેમની કુલ સંપતિ 2.5 કરોડ રૂપિયા બતાવી છે. વડાપ્રધાનની સંપતિમાં ગાંધીનગરમાં એક પ્લોટ, 1.27 કરોડની ફિકસ ડીપોઝીટ અને 38,750 રૂપિયા રોકડા સામેલ છે.

TV9 Gujarati

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

ઉમેદાવારી પત્ર મુજબ તે દિલ્હી વિશ્વવિદ્યાલયથી સ્નાતક થયા છે. તેમને 1967માં ગુજરાત બોર્ડમાંથી SSCની પરીક્ષા પાસ કરી હતી. વડાપ્રધાનની સ્થાવર મિલકત 1.41 કરોડ રૂપિયાની છે અને અન્ય મિલકત 1.1 કરોડ રૂપિયાની છે.

વડાપ્રધાને ટેક્સ સેવિંગ ઈન્ફ્રા બોન્ડસમાં પણ 20 હજાર રૂપિયાનું રોકાણ કર્યુ છે. તે સિવાય નેશનલ સેવિંગ સર્ટીફીકેટસ (NSC)માં 7.61 લાખ રૂપિયા અને LIC પોલીસીમાં 1.9 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ છે.

વડાપ્રધાનેની પાસે સેવિંગ બૅંક એકાઉન્ટમાં 4,143 રૂપિયા રોકડ બેલેન્સ છે. તેમની પાસે 4 સોનાની વીંટી છે. જેનું વજન 45 ગ્રામ અને તેની કિંમત 1.13 લાખ રૂપિયા છે. વડાપ્રધાનને જાહેરાત કરી છે કે તેમની વિરૂધ્ધ કોઈ કેસની કાર્યવાહી ચાલુ નથી અને કોઈ સરકારી દેવુ પણ ચૂકવવાનું બાકી નથી. વડાપ્રધાને 2014માં તેમની કુલ સંપતિ 1.65 કરોડ બતાવી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article