ભોપાલમાં રાહુલનો મોદી સરકાર કટાક્ષ, કેન્દ્ર સરકારે માત્ર રૂ. 17 પ્રતિદિન આપ્યા અને મ.પ્રદેશ સરકારે ખેડૂતોના દિલ જીત્યા
મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલી વખત ભોપાલ પહોંચ્યા છે. રાહુલની સાથે મુખ્યપ્રધાન કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જમ્બૂરી મેદાન પર હાજર હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે ખેડૂત સંમેલનમાં કહ્યું કે ખેડૂત અને યુવા જ આપણાં માલિક છે અને દરેક કોંગ્રેસી મુખ્યમંત્રી આ વાતને યાદ રાખવી જોઇએ. આ પ્રસંગે શિવરાજ સરકારમાં કૃષિ મંત્રી […]

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલી વખત ભોપાલ પહોંચ્યા છે. રાહુલની સાથે મુખ્યપ્રધાન કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જમ્બૂરી મેદાન પર હાજર હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે ખેડૂત સંમેલનમાં કહ્યું કે ખેડૂત અને યુવા જ આપણાં માલિક છે અને દરેક કોંગ્રેસી મુખ્યમંત્રી આ વાતને યાદ રાખવી જોઇએ. આ પ્રસંગે શિવરાજ સરકારમાં કૃષિ મંત્રી રહેલાં રામકૃષ્ણ કુસમરિયા રાહુલની હાજરીમાં કોંગ્રેસમાં સામલે થયાં.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોની વાત કરતાં કહ્યું કે, ખેડૂતોની તાકાતના જોરે અમે અહીં ઊભા છીએ. મધ્યપ્રદેશ, છત્તીસગઢના યુવાનો, ગરીબો અને મહિલાઓની સરકાર છે. મધ્યપ્રદેશનો દરેક યુવાન- દરેક ખેડૂત તે વાતને સારી રીતે સાંભળે અને સમજે કે માલિક તમે છો. યુવાનો અને ખેડૂત માલિક છે. જો કોંગ્રેસ આ ચૂંટણી જીત્યાં છે, જો અમે અહીં જગ્યાએ ઊભા છીએ તો અમે તમારી શક્તિના જોરે છીએ. અમે આ વાતને ભૂલતાં નથી.
આ પણ વાંચો : રાફેલ પર રાહુલના દાવાને ફરી રક્ષા મંત્રીએ ખોટો સાબિત કરી દીધો, કોંગ્રેસ પર લગાવ્યો દેશની સેનાને કમજોર કરવાનો આરોપ
2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ અધ્યક્ષે કાર્યકર્તાઓમાં પ્રાણ ફૂંકતા કહ્યું કે, કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર્તા અને નેતા આ વાતને ન ભૂલે કે માલિક જનતા છે અને તમે જનતાથી છો. ખેડૂતાના દેવા માફીનું કામ કમલનાથ, રાહુલે નહીં ખેડૂતોએ કર્યું છે. અમે માત્ર તમારી શક્તિને જોડવાનું કામ કર્યું, તમારી વાતને સાંભળવાનું કામ કર્યું અને તમારો આદર કર્યો. કોંગ્રેસનો દરેક મુખ્યમંત્રી આ વાતને ભૂલશે નહીં.
રાહુલ ગાંધીએ સાથે જ ગરીબોને ગેરન્ટી ઈન્કમ પર કહ્યું કે, કોંગ્રેસ દ્વારા જો સત્તામાં આવશે તો ગરીબોને ગેરન્ટી ઈન્કમ આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ ચૂંટણી જીતીને ઐતહાસિક નિર્ણયો લેશે. ફરી એક વખત રાફેલની વાત કરતાં કહ્યું કે, મોદી સંસદમાં ડોઢ કલાક ભાષણ આપે છે પરંતુ રાફેલ પર વાત કરી નહી.
[yop_poll id=1216]