DELHI : ICU બેડ 100થી ઓછા, ઓક્સીજનની અછત, કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ

|

Apr 18, 2021 | 4:29 PM

DELHI : દિલ્હીમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર, 17 એપ્રિલે 25 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા.

DELHI : ICU બેડ 100થી ઓછા, ઓક્સીજનની અછત, કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ
FILE PHOTO

Follow us on

DELHI : દિલ્હીમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર છે. દિલ્હીમાં 17 એપ્રિલે 25 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં વધતા જતા કોરોના કોરોના સંક્રમણને કારણે હવે ICU બેડ અને ઓક્સીજનની અછત ઉભી થવા લાગી છે. આ જોતા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એક વાર કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે.

100 થી ઓછા ICU બેડ બચ્યા : કેજરીવાલ
DELHI ના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે બપોરે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું, “કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં બેડ ખૂબ જ ઝડપથી ભરાવા લાગ્યા છે, ICU બેડ પણ હવે થોડાક જ બચ્યા છે. આખા દિલ્હીમાં 100 થી ઓછા ICU બેડ બચ્યા છે. ઓક્સિજનની પણ અછત છે. અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ અને અમે કેન્દ્ર સરકારની મદદ મળી રહી છે.

કેજરીવાલે વડાપ્રધાનને પત્ર લખ્યો
DELHI ના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા કરવાની વિનંતી કરી છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં આશરે 10,000 બેડ છે. તેમાંથી ઓછામાં ઓછા 7,000 બેડ કોવિડ માટે અનામત હોવા જોઈએ. દિલ્હી સરકારે રેલવેને આનંદ વિહાર અને શકુર બસ્તી રેલ્વે સ્ટેશન પર કોવિડ બેડની વ્યવસ્થા કરવા પણ કહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

દિલ્હીમાં 24 હજારથી વધુ કેસ
DELHI માં 17 એપ્રિલે કોવિડ-19 ના 24,375 નવા કેસ નોંધાયા છે, જે રાષ્ટ્રીય રાજધાનીમાં દૈનિક સંખ્યામાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે. આ સાથે બીમારીને કારણે 167 લોકોનાં કરૂણ મૃત્યુ થયા છે. દિલ્હીમાં સંક્રમણનો દર 24.56 ટકા થઈ ગયો છે. જેનો અર્થ છે કે દર ચારમાંથી એક વ્યક્તિ કરોના સંક્રમિત થઇ રહ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 8,27,998 થયા છે. દિલ્હીમાં મૃત્યુઆંક વધીને 11,960 પર પહોંચી ગયો છે.દિલ્હીમાં 69,799 એક્ટિવ કેસ છે.

સ્થિતિ ગંભીર અને ચિંતાજનક : કેજરીવાલ
DELHI માં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોવિડ-19 ની પરિસ્થિતિ ‘ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બની ગઈ છે અને દર્દીઓ માટે ઓક્સિજન, રેમડેસીવીર અને ટોસિલીઝુમેબની સપ્લાયમાં અછત ઉભી થઈ છે. તેમણે કહ્યું કે કોવિડના કેસો ઝડપથી વધી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 24 હજાર નવા કેસ સામે આવ્યા છે. એક જ દિવસમાં કોરોનાના નવા કેસોની સંખ્યા 19,500 થી વધીને આશરે 24 હજાર થઈ ગઈ છે. આ પરિસ્થિતિ એકદમ ગંભીર અને ચિંતાજનક છે.

Next Article