
એલપીજી ગેસ સિલેન્ડરની ડિલિવરી દરમિયાન હંમેશા એવું જોવા મળે છે કે, ફ્લેટની સીડીઓ ચઢવાના નામ પર ડિલિવરી બોય ગ્રાહકો પાસે વધારાના પૈસા માંગે છે. કેટલીક વખત ગ્રાહક વિવાદથી બચવા માટે 20 થી 50 રુપિયા વધારાના પણ આપી દે છે પરંતુ શું કાનુની રુપથી આ યોગ્ય છે.

જો તમે ગેસ બિલ ચૂકવો છે. તેમાં ડિલિવરી ચાર્જ પહેલાથી સામેલ હોય છે. કંપનીઓનો નિયમ હોય છે કે, સિલિન્ડરને તમારા રસોડા સુધી પહોંચાડવાની ડિલિવરી બોયની જવાબદારી હોય છે. જેના કારણે તે વધારાના પૈસા માંગી શકતો નથી.

ગેસ કંપનીઓના નિયમો શું કહે છે?બિલમાં સામેલ ચાર્જ - ગેસ સિલિન્ડરના MRP માં એજન્સીથી તમારા ઘર સુધી પરિવહન ફી પહેલાથી જ સામેલ છે.કોઈ ફ્લોર લિમિટ નથી. નિયમો મુજબ, સિલિન્ડર ઘરની અંદરના રસોડામાં પહોંચાડવો આવશ્યક છે, પછી ભલે તમારું ઘર ગમે તે ફ્લોર પર હોય.ટિપ્સ ફરજિયાત નથી.સ્વેચ્છાએ આપવામાં આવતી ટિપ એક અલગ વાત છે, પરંતુ તેને અધિકાર તરીકે માંગવી સંપૂર્ણપણે ગેરકાયદેસર અને નિયમોની વિરુદ્ધ છે.

જો ડિલિવરી બોય તમારી પાસે જબરદસ્તીથી પૈસા માંગે છે તો. તમે તરત જ ગેસ કંપની સંબંધિત એજન્સીના મેનેજરને ફોન કરી તમારી ફરિયાદ કરી શકો છો. તમેજ ગેસની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ફરિયાદ કરી શકો છો.

જો ફરિયાદ સાચી સાબિત થાય, તો ગેસ એજન્સીને દંડ થઈ શકે છે. વારંવાર ભૂલો કરવાથી ડિલિવરી કરનાર વ્યક્તિની નોકરી પણ જઈ શકે છે. જો જરૂરી હોય તો, આ મામલો ગ્રાહક ફોરમમાં લઈ જઈ શકાય છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva,AI)