Duolog NXT : 21 વર્ષની ઉંમરે કોઈ આઇડિયા નહોતો તેમ છતાંય ફેમિલી બિઝનેસમાં પગ મૂક્યો અને સફળતા મેળવી – જુઓ Video

આધુનિક ભારતીય ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship) ની લેગસી, લીડરશીપ અને રિવોલ્યુશન ઓફ આંત્રપ્રેન્યોરશીપ અંગેની વાતચીતમાં નલ્લી ગ્રુપના વાઇસ-ચેરપર્સન લાવણ્યા નલ્લી, TV9 નેટવર્કના MD અને CEO બરુણ દાસ સાથે ડ્યુઓલોગ NXT પર જોડાશે.

| Updated on: Oct 06, 2025 | 7:28 PM

નવ દાયકાથી વધુ સમયથી ‘નલ્લી’ ભારતની સિલ્ક વારસાની સમૃદ્ધ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. લાવણ્યા કહે છે કે, ફેમિલી બિઝનેસમાં તેમની એન્ટ્રી એ કોઈ ભવ્ય વારસો નથી પરંતુ જિજ્ઞાસા અને શાંત પ્રયાસોનું ફળ હતું.

લાગણીઓ વ્યક્ત કરવાની તક મળી

ડ્યુઓલોગનો ભાગ બનવા વિશેના પોતાના અનુભવને શેર કરતાં લાવણ્યાએ કહ્યું કે, “આ વાતચીતથી મને ખરેખર સમજવામાં મદદ મળી અને બીજું કે નલ્લી સાથે મળેલ પ્લેટફોર્મ માટે આભારી છું. ફેમિલી બિઝનેસમાં પાછા જવું મારા માટે ગૌરવ અને પ્રેરણાની વાત છે. હું યજમાનનો આભાર માનું છું કે, જે મને આ લાગણીઓ વ્યક્ત કરવા માટે મદદ કરે છે.”

“હું 21 વર્ષની ઉંમરે નલ્લીમાં જોડાઈ ત્યારે મને અર્થશાસ્ત્ર કે છૂટક બિઝનેસને લઈને કોઈ આઇડિયા નહોતો. સહનશીલતા મારા માટે ટ્રેનિંગનું મેદાન હતું, મને ભૂલો કરવાની છૂટ આપવામાં આવી અને તે સ્વતંત્રતા જ મારા માટે એક ટીચર છે.”

લાવણ્યાએ ખુલાસો કર્યો કે, કેવી રીતે તેણે ડેટા-આધારિત વ્યૂહરચનાને ટાઇમલેસ ક્રાફટમેન સાથે જોડીને નલ્લીના ભવિષ્યની પુનઃકલ્પના કરી. ઈ-કોમર્સ ફીલ્ડનું નેતૃત્વ કરવાનો તેનો નિર્ણય વિશ્વાસમાંથી જન્મ્યો હતો.

લાવણ્યાએ કહ્યું કે, “વર્ષ 2013 માં, જ્યારે મેં ઈ-કોમર્સ તરફ જોયું ત્યારે ઘણા પરંપરાગત રિટેલરોએ તેને ડિસ્કાઉન્ટિંગ ગિમિક તરીકે જોયું. જો કે, આગળ જતાં ગ્રાહક વર્તનમાં ફેરફાર જોવા મળ્યો. તમે ઓનલાઈન ખરીદી કરો કે સ્ટોરમાં, તમે સમાન વિશ્વાસ અને ક્વોલિટી શોધો છો. એક સર્વિસ ત્યારે જ જીતશે જ્યારે બ્રાન્ડ તે વિશ્વાસ મેળવશે.”

આ સંવાદ હાઉસહોલ્ડ નામને આધુનિક અને વૈશ્વિક રીતે પ્રતિષ્ઠિત બ્રાન્ડમાં પરિવર્તિત કરવાની કળા સુધી પણ પહોંચ્યો છે. લાવણ્યાનું કહેવું છે કે, “અમારી દ્રષ્ટિમાં માર્જિન ક્યારેય ખાસ નહોતું, મહત્વ ઈમાનદારીનું છે. યોગ કે આયુર્વેદની જેમ સાડી પણ એક આકર્ષણ ધરાવે છે.

પડકાર શું છે?

પડકાર એ છે કે, આપણે તેને દુનિયા સમક્ષ કેવી રીતે ફરીથી રજૂ કરીએ છીએ? વધુમાં જ્યારે લાવણ્યાને પૂછવામાં આવ્યું કે, શું તેમને પુરુષોના નેતૃત્વ હેઠળના ફેમિલી બિઝનેસમાં પોતાનું સ્થાન બનાવવા માટે લડવું પડ્યું હતું? ત્યારે લાવણ્યાનો જવાબ હતો કે, “મને ખ્યાલ નહોતો કે હું એક લડાઈ લડી રહી છું. મેં ફક્ત મારી ઇચ્છા મુજબ જ કામ કર્યું અને જો કોઈને કોઈ સમસ્યા હોય, તો તે તેમની હતી, મારી નહીં.”

લાવણ્યા નલીનો આ ડ્યુઓલોગ NXTનો એપિસોડ 06 ઓક્ટોબર 2025 ના રોજ રાત્રે 10:30 વાગ્યે ન્યૂઝ9 પર જુઓ અને તેને ડ્યુઓલોગ યુટ્યુબ ચેનલ (@Duologuewithbarundas) તેમજ ન્યૂઝ9 પ્લસ એપ પર સ્ટ્રીમ કરો.

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.