Jammu Kashmir: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, શોપિયામાંથી લશ્કર-એ-તૈયબાનો આતંકી જહાંગીર ઝડપાયો

|

Jan 20, 2022 | 4:40 PM

જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સેનાની સંયુક્ત ટીમે ગુરુવારે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી જહાંગીર નાયકુની ધરપકડ કરી હતી.

Jammu Kashmir: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, શોપિયામાંથી લશ્કર-એ-તૈયબાનો આતંકી જહાંગીર ઝડપાયો
lashkar e taiba Jehangir Naiku terrorist arrested in Shopian jammu Kashmir

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) સુરક્ષાદળોને (Security Forces) મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના (Lashkar-e-Taiba) આતંકવાદી જહાંગીર નાયકુની ધરપકડ કરી છે. આ ધરપકડ શોપિયાંના ચદૂરા બડગામથી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સેનાની સંયુક્ત ટીમે ગુરુવારે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી જહાંગીર નાયકુની ધરપકડ કરી હતી.

આ ધરપકડ એવા સમયે કરવામાં આવી છે જ્યારે કાશ્મીરમાં આતંકવાદીઓ સતત નાપાક ગતિવિધિઓને અંજામ આપવામાં વ્યસ્ત છે. તેમને ખતમ કરવા માટે સુરક્ષા દળો સતત અભિયાન ચલાવી રહ્યા છે. તાજેતરમાં સુરક્ષા દળોને સોપોર અને બાંદીપોરા વિસ્તારોમાં પણ મોટી સફળતા મળી હતી, જેમાં લશ્કર-એ-તૈયબા (LeT) ના છ આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ છ આતંકવાદીઓના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.

આ પહેલા બુધવારે સેનાના ઓપરેશનથી ગુસ્સે ભરાયેલા આતંકીઓએ અનંતનાગમાં CRPFના બંકર પર ગોળીબાર કર્યો હતો. મળતી માહિતી મુજબ કેપી રોડ પર બનેલા CRPF બંકર પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગનો અવાજ સાંભળતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સુરક્ષા દળોએ તરત જ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જણાવવામાં આવી રહ્યું છે કે કેપી રોડ પર FM ગલીમાં CRPF બંકર પર આતંકીઓએ હુમલો કર્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રવિવારે માહિતી આપતી વખતે વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન માટે કામ કરતા લોકો કાશ્મીરી યુવાનોને આતંકવાદમાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમનો ઉપયોગ માત્ર “આતંકી ટટ્ટુ” તરીકે કરી રહ્યા છે.

આ મહિનાની શરૂઆતમાં, બડગામમાં એન્કાઉન્ટરની વિગતો અને 24 વર્ષીય શહઝાદપુરા નિવાસી વસીમ કાદિર મીરના ફોન કોલ્સનો ઉલ્લેખ કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે તે જાન્યુઆરીમાં મધ્ય કાશ્મીરમાં તેને માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓના ક્રૂર વ્યવહારનો તાજેતરનો શિકાર બન્યો હતો.

તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન મીર બે પાકિસ્તાની સાથીદારોથી ઘેરાઈ ગયો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. તેમણે કહ્યું કે સવાર સુધી સમાચાર હતા કે સુરક્ષા દળોએ અન્ય આતંકવાદી જૂથને ખતમ કરી નાખ્યું હતું પરંતુ રાત્રિના એન્કાઉન્ટર દરમિયાન જે ઘટનાઓ બની તે અસામાન્ય હતી.

આ પણ વાંચો – UP Election 2022 : ધારાસભ્ય અદિતિ સિંહે કોંગ્રેસમાંથી છેડો ફાડયો, સોનિયા ગાંધીને પત્ર લખી આપ્યુ રાજીનામુ

આ પણ વાંચો – UP Assembly Election: કોંગ્રેસે જાહેર કર્યુ ઉમેદવારોનું બીજુ લિસ્ટ, 41 ઉમેદવારમાંથી 16 મહિલાઓને આપી તક

Next Article