Lakhimpur Kheri Violence: SITએ દાખલ કરી ચાર્જશીટ, આશિષ મિશ્રા સહિત 14 લોકોને હત્યા અને ષડયંત્રના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા

|

Jan 03, 2022 | 2:10 PM

લખીમપુર ખીરી-તિકુનિયા કાંડ મામલે ચાર્જશીટમાં વીરેન્દ્ર શુક્લાનું નામ વધારવામાં આવ્યું છે. શુક્લા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના નજીકના છે.

Lakhimpur Kheri Violence: SITએ દાખલ કરી ચાર્જશીટ, આશિષ મિશ્રા સહિત 14 લોકોને હત્યા અને ષડયંત્રના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા
Ashish Mishra (File Image)

Follow us on

લખીમપુર હિંસા મામલે (Lakhimpur Kheri Tikunia Case) SITએ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. 5000 પાનાની આ ચાર્જશીટમાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra) ઉર્ફ મોનુ ભૈયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. SITએ CJM કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.

આશીષ મિશ્રા સહિત 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ગયા વર્ષે 3 ઓક્ટોબરે આશીષ મિશ્રાના સમર્થકો અને ખેડૂતોની વચ્ચે સંઘર્ષ દરમિયાન 8 લોકોના મોત થયા હતા. તપાસકર્તાએ આશિષ મિશ્રા સહિત અન્ય આરોપીઓને હત્યાના આરોપી બનાવ્યા છે. ચાર્જશીટ મુજબ સુનિયોજિત કાવતરા હેઠળ વિરોધ કરી રહેલા ખેડૂતોને જીપ અને એસયુવી દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા.

લખીમપુર ખીરી-તિકુનિયા કાંડ મામલે ચાર્જશીટમાં વીરેન્દ્ર શુક્લાનું નામ વધારવામાં આવ્યું છે. શુક્લા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના નજીકના છે. પહેલા 13 આરોપી હતા હવે 14 થઈ ગયા છે. ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના તિકુનિયા વિસ્તારમાં ગયા વર્ષે 3 ઓક્ટોબરે થયેલી હિંસાની તપાસ કરી રહેલા એસઆઈટીએ વધુ 2 લોકોની ધરપકડ કરી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

તિકુનિયા વિસ્તારમાં 3 ઓક્ટોબરે ખેડૂત આંદોલન દરમિયાન ભડકેલી હિંસામાં 4 ખેડૂત અને એક પત્રકાર તથા પ્રતિક્રિયા સ્વરૂપે બીજી પાર્ટીના હુમલામાં ભારતીય જનતા પાર્ટીના બે કાર્યકરો અને એક ડ્રાઈવર માર્યા ગયા હતા. ભાજપ કાર્યકર્તાઓએ નોંધાવેલી FIRમાં SITએ શનિવારે સાંજે બે લોકોની ધરપકડ કરી હતી. SIT અધિકારીઓના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓના નામ તિકુનિયા કોતવાલી બોર્ડર હેઠળના ખૈરતિયા ગામના રહેવાસી કંવલજીત સિંહ અને પાલિયા કોતવાલી વિસ્તારના બાબુરાના રહેવાસી કમલજીત સિંહ છે.

અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ

તેમાં કહેવામાં આવ્યું છે કે તેમના પર ભાજપના કાર્યકર્તા શુભમ બાજપેયી અને શ્યામ સુંદર નિષાદ અને ડ્રાઈવર હરિઓમની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે. તે મુજબ આ કેસમાં એસઆઈટી અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ પહેલા 4 અન્ય વિચિત્ર સિંહ, ગુરવિન્દ્રર સિંહ, રંજીત સિંહ અને અવતાર સિંહની ધરપકડ કરવામાં આવી હતી, જે જેલમાં છે.

ગૃહરાજ્ય મંત્રીના પુત્ર પર હત્યાનો કેસ દાખલ

ઉલ્લેખનીય છે કે તિકુનિયા હિંસામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ‘ટેની’ના પુત્ર આશીષ મિશ્રા અને તેના ડઝનભર સાથીઓની વિરૂદ્ધ 4 ખેડૂતને થાર જીપથી કચડી નાખવા અને તેમની પર ફાયરિંગ કરવા જેવા ઘણા ગંભીર આરોપ છે. ઉપરોક્ત આરોપમાં ગૃહ રાજ્યમંત્રીનો પુત્ર પણ તેના સાથીદારો સાથે જેલમાં છે. ખેડૂતોની ફરિયાદના આધારે આશિષ મિશ્રા અને તેના સહયોગીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: હાથમાં નકલી તમંચો અને સિગારેટ લઈને કરી રહ્યા હતા સ્ટંટ, સુરત પોલીસે કરી એવી કાર્યવાહી કે જોડી દીધા હાથ

આ પણ વાંચો: કોરોનાનુ ગ્રહણ : આ રાજ્યમાં શાળાઓને ફરી લાગ્યા તાળા, આ હાઈસ્કૂલે નિયમો નેવે મુકીને શોભાયાત્રા કાઢતા ખળભળાટ

Next Article