Lakhimpur Kheri Case : સુપ્રીમ કોર્ટે બુધવારે લખીમપુર ખેરી હિંસા કેસમાં ચાલી રહેલી તપાસ પર દેખરેખ રાખવા માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રાકેશ કુમાર જૈનની નિમણૂક કરી છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમમાં (SIT Team) ત્રણ આઈપીએસ અધિકારીઓને (IPS Officer) પણ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં જસ્ટિસ જૈન પાસેથી રિપોર્ટ મળ્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે.
Lakhimpur Kheri case: Supreme Court reconstitutes the Special Investigation Team (SIT); names 3 senior IPS officers, SB Shirodkar, Deepinder Singh and Padmaja Chauhan in it; SC to hear the case next after the chargesheet is filed and a report is received from the retired judge
— ANI UP (@ANINewsUP) November 17, 2021
સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું પુનઃગઠન કર્યું
સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું પુનઃગઠન કર્યું છે, તેમાં 3 વરિષ્ઠ IPS અધિકારીઓ, એસ.બી. શિરોડકર, દીપન્દર સિંહ અને પદ્મજા ચૌહાણને સામેલ કરવામાં આવ્યા છે. ચાર્જશીટ (Charge Sheet) દાખલ થયા પછી અને નિવૃત્ત ન્યાયાધીશ પાસેથી અહેવાલ પ્રાપ્ત થયા પછી SC કેસની આગામી સુનાવણી કરશે.
આશિષ મિશ્રાની વધી મુશ્કેલી
આ પહેલા જિલ્લા ન્યાયાધીશે યુપીના લખીમપુર ખેરી કેસના (Lakhimpur Kheri Case) મુખ્ય આરોપી આશિષ મિશ્રાની જામીન અરજી ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે, આશિષ ઉપરાંત અન્ય આરોપીઓ લવકુશ રાણા અને આશિષ પાંડેની અરજી પણ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી.કોર્ટમાં બે કલાકની ચર્ચા બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
નોંધનીય છે કે એડવોકેટ પ્રોસિક્યુશન દ્વારા આશિષ મિશ્રાની હાજરીનો વીડિયો અને 60 લોકોની જુબાની સાથે પુરાવા તરીકે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ડિસ્ટ્રિક્ટ જજ મુકેશ મિશ્રાએ(Mukesh Mishra) તમામ પુરાવાઓ તપાસ્યા બાદ જામીન અરજી ફગાવી દેવાનો ચુકાદો આપ્યો હતો.
આ રીતે રચવામાં આવ્યુ ષડયંત્ર
સરકારી વકીલ અરવિંદ ત્રિપાઠીએ (Arvind Tripathi) જણાવ્યું હતુ કે, તેમની સામે બેલેસ્ટિક રિપોર્ટ છે. આ કાંડ માટે થાર અને ફોર્ચ્યુનર કારમાં 10-15 લોકો મારવાના ઈરાદે બેઠા હતા, જેમની પાસે હથિયારો હતા. તેના આધારે તેના જામીન (Bail) નામંજૂર કરવામાં આવ્યા હતા.તમને જણાવી દઈએ કે 3 ઓક્ટોબરે લખીમપુર ખેરીમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો: કોરોનામાં આંશિક રાહત : છેલ્લા 527 દિવસોમાં સૌથી ઓછા એક્ટિવ કેસ, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ