LAC પર ચીનનાં જેટ ફાઈટરોની હરકત વધતા ભારતીય સેનાને છુટ્ટો દોર, રક્ષા પ્રધાને કહ્યું ચીનની સેના સાથે કડકાઈથી વર્તો

|

Jun 22, 2020 | 9:51 AM

લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સેના સાથે હિંસક અથડામણ થયા બાદ કેન્દ્ર સરકારે ગ્રાઉન્ડ ઝીરો પર રહેલી સેનાને સ્થિતિ પ્રમાણે કોઈ પણ પગલા ઉઠાવવા માટેની છુટ આપી દીધી છે. સૂત્રોનું માનીએ તો રક્ષા પ્રધાન રાજનાથસિંહનાં ઘરે મળેલી બેઠકમાં ત્રણેય સેનાને કહેવામાં આવ્યું છે કે ચીન સાથે કડકાઈ પૂ્ર્વક વર્તવામાં આવે. લદ્દાખનાં સીમાવર્તી વિસ્તારોમાં ચીની સેનાનાં ફાયટર […]

LAC પર ચીનનાં જેટ ફાઈટરોની હરકત વધતા ભારતીય સેનાને છુટ્ટો દોર, રક્ષા પ્રધાને કહ્યું ચીનની સેના સાથે કડકાઈથી વર્તો
http://tv9gujarati.in/lac-par-chin-na-…maate-madi-chhut/

Follow us on

લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સેના સાથે હિંસક અથડામણ થયા બાદ કેન્દ્ર સરકારે ગ્રાઉન્ડ ઝીરો પર રહેલી સેનાને સ્થિતિ પ્રમાણે કોઈ પણ પગલા ઉઠાવવા માટેની છુટ આપી દીધી છે. સૂત્રોનું માનીએ તો રક્ષા પ્રધાન રાજનાથસિંહનાં ઘરે મળેલી બેઠકમાં ત્રણેય સેનાને કહેવામાં આવ્યું છે કે ચીન સાથે કડકાઈ પૂ્ર્વક વર્તવામાં આવે. લદ્દાખનાં સીમાવર્તી વિસ્તારોમાં ચીની સેનાનાં ફાયટર જેટની ગતિવિધિમાં વધારો જોવા મળ્યો છે, જેને લઈને સૂત્રો પ્રમાણે ચીનને સબક શિખવવા માટે સેનાને હવે ખુલ્લો દોર મળી ગયો છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સાથે, ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવત, આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે, નેવી ચીફ એડમિરલ કરમબીરસિંહ અને એયરફોર્સ ચીફ આર.કે.એસ. ભદોરિયા પણ બેઠકમાં સામેલ રહ્યા હતા.

                  સોમવારની અથડામણમાં 20 જેટલા ભારતીય જવાનોની શહીદી બાદ બોલાવાયેલી બેઠકમાં સવાલ એ જ ઉઠ્યા હતા કે શું ભારત હવે ચીનની સેનાને પાછળ ધકેલવા માટે કોઈ મોટી કાર્યવાહી કરવા જઈ રહ્યું છે? સરકારનાં સૂત્રોની વાત માનીએ તો સેનાને લઈને બે વાત સ્પસ્ટ કરી દેવામાં આવી છે કે ચીન સાથે લાગેલી 3500 કિલોમીટર લાંબી સીમા પર તેની સાથે તેની જ ભાષામાં વર્તવા માટેની છુટ મળી ગઈ છે. બીજું એ કે ચીનનાં કોઈ પણ આક્રમક પગલાનો જડબાતોડ જવાબ ભારતીય સેના આપશે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સેનાનાં ટોચનાં અધિકારીઓને કહ્યું છે કે તે જમીન, આકાશ અને સમુદ્રમાં ચીન સાથે જોડાયેલી સીમા પર કડક નજર રાખે. ચીની સેના કોઈ પણ ગુસ્તાખી કરે તો તેને કડક ભાષામાં જવાબ વાળો. એટલું જ નહી પીએમ મોદી એ એલાન કર્યું છે તેનો ઉલ્લેખ બેઠકમાં કરવામાં આવ્યો હતો કે સેના પોતાની રીતે સ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ શકે છે. જણાવવું રહ્યું કે 15 જૂનથી ભારત અને ચીનની સેના આમને સામને છે, 15 જૂનનાં રોજ ચીન દ્વારા જે કરવામાં આવ્યું છે તેને યુદ્ધની કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યું છે. એમ પણ 58 વર્ષ પછી ગલવાનની ઘાટીમાં બંને પક્ષે જાનમાલનું નુક્શાન થયું છે એવામાં ભારતીય સેના અને વાયુસેનાએ આ વિસ્તારમાં પોતાની તૈયારીઓ વધારી દીધી છે, વાયુસેનાનાં યુદ્ધ વિમાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે, બુધવારે એયરફોર્સ ચીફ ભદોરીયા એ લેહ એયરબેઝની મુલાકાત કરી હતી કેમ કે વાયુસેના હાલમાં આ વિસ્તારમાં હાઈએલર્ટ પર છે.

                            ચીને મે મહિનામાં દગાખોરી કરીને યુદ્ધ અભ્યાસનાં બહાને સૈનિકોનો જમાવડો કરીને ગલવાનમાં ઘુસણખોરી કરી હતી જેને લઈને તેના પર હવે કોઈ પણ પ્રકારનો ભરોસો રાખવાનો મતલબ નથી. 27 વર્ષથી ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ પર સમજૂતિ થતા રહે છે, અત્યાર સુધી કુલ પાંચ સમજૂતિ થઈ ચુકી છે, પરંતુ ચીનની તાજી હરકત આ બધી સમજૂતિની વિરૂદ્ધમાં છે, તેનો ખુલ્લેઆમ ભંગ છે. એમ પણ ચીન હંમેશા સમજૂતિનાં પાલનની અપેક્ષા સામા પક્ષે જ રાખે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Next Article